રોટલી ના સમોસા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટા બાફી લ્યો પછી જીણા ડુંગળી ને કેપ્સિકમ સમારી લ્યો
- 2
પછી આદુ મરચાં ની પેસ્ટ બનાવી લ્યો એક લોયા માં બે ચમચી તેલ ગરમ કરો તેમાં હીંગ અને હળદર નાખો
- 3
પછી તેમાં આદુ મરચાં ની પેસ્ટ ને લસણ ની પેસ્ટ નાખો એને હલાવી લ્યો
- 4
પછી તેમાં ડુંગળી નાખી ને હલાવી ને પછી તેમાં કેપ્સિકમ નાખી દયો ને બે મીનીટ ધીમા તાપે થવા દયો
- 5
પછી તેમાં બટેટા નો માવો નાખો અને તેમાં બધો મસાલો કરી દયો
- 6
પછી તેમાં લાલ મરચું પાવડર ને લીંબુ નો રસ નાખી ને હલાવી દયો
- 7
હવે ઠંડી રોટલી લઈ ને તેમાં મસાલો કરવા નો છે આવી રીતે
- 8
આવી રીતે સમોસા ની જેમ કરવા ની છે પહેલા એક સાઈડ ધીમે થી માવો નાખો ને પછી બીજી સાઈડ માવો નાખો
- 9
ભરાય જાય એટલે એક નોન સ્ટીગ તવી પર સેલો ફ્લાઈ કરવા નુ છે તેમાં એક ચમચી તેલ નાખી ને આવી રીતે શેકવાની છે થોડી કડક થવા દેવા નુ
- 10
આ બની ગયા રોટલી ના સમોસા તેને ગરમા ગરમ સર્વ કરો તેમાં સેવ અને ગળી ચટણી સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes































ટિપ્પણીઓ (6)