રસદાર લેમન પીકલ (Lemon Pickle Recipe In Gujarati)

asharamparia
asharamparia @Asharamparia

#મોમ
ફ્રેન્ડ્સ, મારા સાસુજી એ શીખવેલ આ રેસિપી છે જે મારા હસબન્ડ અને મારા બાળકો ની પણ ફેવરીટ હોય અહીં રજુ કરી છે. રોટલી, પરાઠા,થેપલા કે પુરી સાથે નાસ્તા માં પણ ખટમીઠો લાગે એવો તેનો ચટાકેદાર રસો મજેદાર લાગે છે . આ આચાર ૧૫ થી ૨૦ દિવસ માં તૈયાર થાય છે કારણકે લીંબુ પરફેક્ટ નહીં અથાય તો આચાર તુરો લાગશે માટે પહેલા લીંબુ ની પ્રોસેસ સરસ થવી જોઈએ . રસાદાર લેમન પીકલ ની રેસિપી નીચે મુજબ છે.

રસદાર લેમન પીકલ (Lemon Pickle Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#મોમ
ફ્રેન્ડ્સ, મારા સાસુજી એ શીખવેલ આ રેસિપી છે જે મારા હસબન્ડ અને મારા બાળકો ની પણ ફેવરીટ હોય અહીં રજુ કરી છે. રોટલી, પરાઠા,થેપલા કે પુરી સાથે નાસ્તા માં પણ ખટમીઠો લાગે એવો તેનો ચટાકેદાર રસો મજેદાર લાગે છે . આ આચાર ૧૫ થી ૨૦ દિવસ માં તૈયાર થાય છે કારણકે લીંબુ પરફેક્ટ નહીં અથાય તો આચાર તુરો લાગશે માટે પહેલા લીંબુ ની પ્રોસેસ સરસ થવી જોઈએ . રસાદાર લેમન પીકલ ની રેસિપી નીચે મુજબ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧૮ થી ૨૦ મિડિયમ સાઈઝ ના પીળા લીંબુ
  2. ૨૫૦ ગ્રામ ખાંડ
  3. 4 ચમચીલાલ મરચું પાવડર
  4. 2 ચમચીઘાણાજીરુ
  5. 6-7 ચમચીમીઠું
  6. 4 ચમચીહળદર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ લીંબુ ને સારી રીતે વોશ કરી ચાર કટ પાડી લેવા.એક બાઉલમાં મીઠું અને હળદર મિક્સ કરી લીંબુ ના કટ માં ભરી એક બરણીમાં ગોઠવતા જવું અને બચેલો મસાલો ઉપર ભભરાવી દેવો ત્યારબાદ દર ૨ દિવસે લીંબુ ને ઉપર નીચે કરતા રહેવું.થોડા સમય માં મીઠા નું પાણી થવા લાગશે અને લીંબુ નો કલર પણ ચેન્જ થઈ જશે.

  2. 2

    જો જરુર જણાય તો (ઉપર થી ૨ ચમચી મીઠું ઉમેરી મિક્સ કરી શકાય) ૨૦ થી ૨૨ દિવસ માં લીંબુ એકદમ ગળી જશે અને કવર ડાર્ક થઈ જશે. આ સ્ટેજ પર જો ફક્ત ખાટું અથાણું ભાવતું હોય તો થોડા લીંબુ એક બીજી બરણી માં કાઢી લેવા..અને માપ માં ફેર કરી ખાંડ અને મસાલા એ મુજબ લેવા.

  3. 3

    એક મોટા બાઉલમાં ગળેલા લીંબુ કાઢી લેવા ઉપર થી લાલ મરચું પાવડર,ઘાણાજીરુ, ખાંડ, ઉમેરી હાથે થી (ચમચા થી નહીં) મિક્સ કરી કોટન ના પતલા કાપડ વડે કવર કરી તડકા માં ફક્ત એક જ દિવસ રાખવું અને એક રાત ઘરમાં જેથી ખાંડ કાચી ના રહે અને નુકશાન ના કરે અને લાંબો સમય સારું રહે.

  4. 4

    તો તૈયાર છે ખાટું મીઠું.. ચટપટું..જોઈને જ ખાવા નું મન થઈ જાય એવું "રસદાર લેમન પીકલ"

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
asharamparia
asharamparia @Asharamparia
પર

Similar Recipes