વેજ પિઝા (Veg Pizza Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
૨ ટેબલસ્પૂન હુંફાળું પાણી અને સૂકું ખમીર એક નાના બાઉલમાં મેળવી સારી રીતે મિક્સ કરી લો.તેને ઢાંકીને ૫ મિનિટ માટે બાજુ પર રાખો.એક ઊંડા બાઉલમાં મેંદો, ખમીર-પાણીનું મિશ્રણ, તેલ, સાકર અને મીઠું મેળવી જરૂરી પાણી સાથે સુંવાળી કણિક તૈયાર કરો.આ કણિકને મલમલના કપડા વડે ઢાંકી ૧ કલાક માટે બાજુ પર રાખો.
- 2
પછી કણિકને હલકા હાથે ગુંદી લો જેથી તેમાં રહેલી હવા નીકળી જાય, તે પછી તેના ૩ સરખા ભાગ પાડો.
દરેક ભાગને, ૧૭૫ મી. મી. (૭”)ના ગોળાકારમાં સૂકા લોટની મદદથી વણી લીધા પછી તેની પર ફોર્ક વડે સરખી રીતે કાપા પાડો.આમ તૈયાર થયેલા ૩ રોટલાને બેકિંગ ટ્રે પર ગોઠવી આગળથી ગરમ કરેલા ઑવનમાં ૧૮૦° સે તાપમાન પર ૫ મિનિટ સુધી બેક કરી લો. - 3
સોસ બનાવવા માટે સૌથી પહેલા એક ફ્રાઈ પેનમાં બટર એડ કરો. પછી જયારે બટર ગરમ થઇ જાય પછી એમાં જે ટામેટાનો સોસ છે તે એડ કરવાનો છે. ગેસને ધીમો રાખીને તેને ગરમ થવા દેવાનો છે. તે સહેજ ગરમ થાય ત્યારે તેમાં કોર્ન ફ્લોર એડ કરવાનો છે, અને તેને હલાવતા રહેવાનું છે.પછી એમાં થોડું સ્વાદ અનુસાર મીઠું એડ કરો, અને ઓરેગાનોને હાથ વડે મસળીને તેમાં નાખી દો. અને મરી પાઉડર અને લાલ મરચું નાખી દો. અને તેને સારી હલાવી દો 10 થી 15 મિનીટ બાદ તમારો પિઝા સોસ તૈયાર છે.
- 4
પિઝા બનાવવા માટે સોથી પહેલા ફ્રાઈ પેન ગરમ કરવા મૂકી દો. પછી પીઝા બેઝની ઉપર થોડું બટર લગાવી દો અને એને પેનમાં મુકી છો. તેની ઉપર કઈ ઢાંકી દેવાનું છે અને તેને મીડીયમ ગેસ પર શેકાવા માટે મૂકી દો. તેને 2 થી 3 મિનિટ ઢાંકીને શેક્યા બાદ જોઈ લેવાનું જો થોડું કડક નહિ થાય તો તેને પાછું થોડી વાર મૂકી દેવાનું, ત્યારબાદ પાછળની સાઈડ થોડું બટર લગાવી દો. અને બટર તમારા હિસાબ મુજબ વધારે-ઓછી લાગવી શકો છો.જયારે તે ક્રિસ્પી થાય ત્યારે તેને પલટાવી નાખવાનો છે. તેની ઉપર ફરી ઢાંકી દેવાનું અને નીચેની બાજુ પણ થોડું શેકવા
- 5
ત્યારબાદ પીઝા સોસ લઈને તેને આખા રોટલા ઉપર લગાવી દો. એની ઉપર સિમલા મરચા, ડુંગરી વગેરે એડ કરો. પછી એની ઉપર ચીઝને છીણીને નાખી દો. હવે લાલ સિમલા મરચા અને ઓરેગાનોને પણ તેની ઉપર એડ કરી દો. હવે તેને 2 મિનિટ સુધી ઢાંકીને મુકો. હવે આપણો તવા પીઝા તૈયાર છે.
Keywords
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ (3)