રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં 400 ગ્રામ સમારેલાં કેળાં લો. તેમાં પ્રમાણસર ખાંડ મિક્સ કરો. મિક્સરમાં મિશ્રણને ઘટ્ટ અને એકરસ બનાવો. તેમાં અડધો કપ બટર અથવા તેલ ઉમેરો. મિશ્રણમાં વેનિલા એસેન્સ અથવા પાઉડર ઉમેરો. ત્યારબાદ તેમાં લીંબુનો રસ મિક્સ કરો. હવે અડધો કપ તાજો ઘઉંનો લોટ અને ખાવાનો સોડા, બેકિંગ પાઉડર, ટૂટી ફ્રુટી મિક્સ કરો. તમામ સામગ્રી બરોબર મિક્સ કરી મુલાયમ કણક બનાવો. અને તેને પ્રમાણસર મફિન્સમાં ભરી એક ટ્રેમાં રાખો. હવે ઓવનને 80 ડિગ્રી તાપમાને સેટ કરી મફિન્સની ટ્રેને 30થી 40 મિનિટ સુધી ગરમ કરો.
- 2
પછી બદામી રંગ પકડે ત્યાં સુધી તેને ગરમ કરો. તો તૈયાર છે ‘ટૂટી ફ્રુટી મફિન્સ’, તમે આમાં ચોકલેટનો પાવડર કે ચોકલેટ ચિપ્સ પણ મિક્સ કરી શકો છો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12581217




ટિપ્પણીઓ (5)