વેજ ગ્રીલ માયો સેન્ડવીચ(veg grill mayo sandwich recipe in Gujarati)

વેજ ગ્રીલ માયો સેન્ડવીચ(veg grill mayo sandwich recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકાને બે સીટી કરી બાફી લઈશું
- 2
હવે ઉપર આપેલા બધા જ શાકભાજીને ઝીણા ઝીણા સમારી લઇશું ત્યારબાદ તેમાં બાફેલા બટાકા મેશ કરી લઈશું હવે તેમાં આપણે માયોનીઝ મરી પાઉડર મીઠું લીંબુ કોથમીર ઉમેરી તેમાં ઓરેગાનો અને પેરીપેરી મસાલો એડ કરીશું
- 3
હવે આપણે ગ્રીન ચટણી બનાવી શું તો ઉપર આપેલી બધી જ સામગ્રી લઇ મિક્સર જારમાં ઉમેરી તેને ગ્રાઈન્ડ કરી લઈશું
- 4
હવે આપણે બ્રેડ સ્લાઈસ લઈશું દરેક સ્લાઇસ પર આગળ-પાછળ બટર લગાવી શું તેની ઉપર ગ્રીન ચટણી લગાવીશું ત્યારબાદ આપણે તૈયાર કરેલું સ્ટફિંગ બ્રેડની ઉપર પાથરી શું
- 5
સામે બીજી બ્રેડની સ્લાઈસ પર પણ બટર અને ચટણી લગાવી તેની ઉપર મુકીશું આ રીતે બધી બ્રેડ તૈયાર કરવી હવે grill મશીનમાં બ્રેડને બંને બાજુ બટર લગાવી બરાબર શેકી લેવી ત્યારબાદ વચ્ચેથી કટિંગ કરી સોસ સાથે સર્વ કરવી
- 6
વેજ ગ્રીલ માયો સેન્ડવીચ એકદમ tasteful લાગે છે તો તમે પણ જરૂર ટ્રાય કરજો મને જણાવજો કે કેવી બની
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
















ટિપ્પણીઓ (29)