પીઝા કોન(pizza cone in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પફ શીટ ની 2 ઈંચ ની જાડી પટ્ટી કાપી લો પછી કોન સેઈપ ના મોલ્ડ ઉપર પટ્ટી ઓવરલેપ કરી ને લગાવી ને ૨૦૦ડીગ્રિ પર ૨૦ મિનિટ બેક કરો અને પછી ઠંડુ થવા દો.
- 2
સોસ બનાવવા માટે સૌથી પહેલા એક ફ્રાઈ પેનમાં બટર એડ કરો. પછી જયારે બટર ગરમ થઇ જાય ત્યારે વાટેલા લીલા મરચા એમાં નાખી દેવા, અને તેને મિક્ષ કરી દો. પછી એમાં જે ટામેટાનો સોસ છે તે એડ કરવાનો છે. ગેસને ધીમો રાખીને તેને ગરમ થવા દેવાનો છે. તે સહેજ ગરમ થાય ત્યારે તેમાં કોર્ન ફ્લોર એડ કરવાનો છે, અને તેને હલાવતા રહેવાનું છે.
- 3
પછી એમાં થોડું સ્વાદ અનુસાર મીઠું એડ કરો, અને ઓરેગાનોને હાથ વડે મસળીને તેમાં નાખી દો. અને મરચાંના ટુકડા, મરી પાઉડર અને લાલ મરચું નાખી દો. અને તેને સારી હલાવી દો અને તેમાં સાકર નાખી તેને મિક્ષ કરી લો. 3 થી 4 મિનિટ સુધી તેને હલાવતા રહેવાનું છે. થોડી કોથમીર નાખી દેવી અને તેને પણ મિક્ષ કરી લો. ત્યારબાદ ગેસ બંધ કરી દેવો અને તેને ઠંડુ કરી લેવું. 10 થી 15 મિનીટ બાદ તમારો પિઝા સોસ તૈયાર છે.
- 4
પછી કોન માં પીઝા સોસ ભરી તેમા સિમલા મરચા, ડુંગળી વગેરે એડ કરો. પછી એની ઉપર ચીઝને છીણીને નાખી દો. હવે લાલ સિમલા મરચા અને ઓરેગાનોને પણ તેની ઉપર એડ કરી દો. હવે તેને 2 મિનિટ સુધી બેક કરો તો તૈયાર છે પીઝા કોન.
Keywords
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ