સાબુદાણાનાં પાપડ (Sabudana Papad Recipe in Gujarati)

#goldenapron3 week23 puzzle word - papad #માઇઇબુક પોસ્ટ10
સાબુદાણાનાં પાપડ (Sabudana Papad Recipe in Gujarati)
#goldenapron3 week23 puzzle word - papad #માઇઇબુક પોસ્ટ10
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સાબુદાણાને પાણીથી સરખી રીતે ધોઈ લો. તેમાં સફેદ પાઉડર હોય તે બધો નીકળી જાય તે રીતે ધોવા, પછી તેમાં જો એક તપેલી સાબુદાણા લીધા હોય તો બે તપેલી પાણી ઉમેરી ઢાંકણ ઢાંકી ઓવરનાઈટ એક મોટા તપેલામાં પલાળી રાખવા.
- 2
બીજા દિવસે સવારે સાબુદાણા સરસ ફૂલીને સોફ્ટ થઈ જશે.
- 3
ત્યારે તેમાં અઢી તપેલી પાણી ઉમેરી ગેસ પર ગરમ કરવા મૂકવા. તેમાં સિંધવ ઉમેરવું. સતત હલાવતા રહેવું જેથી મિશ્રણ સરખું રહે, સાબુદાણા પારદર્શક થાય ત્યાં સુધી કુક કરવું, ગેસની ફ્લેમ મીડીયમ રાખવી. તેમાં જીરું તથા લીંબુનો રસ ઉમેરી મિશ્રણ થોડું ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી તેને 15 મિનિટ ઠરવા દેવું. ત્યારે પણ થોડી-થોડી વારે હલાવતા રહેવું જેથી મિશ્રણ ઉપરની બાજુ ઘટ્ટ ન થઈ જાય.
- 4
ત્યારબાદ છત કે અગાશીમાં જાડું પ્લાસ્ટિક પાથરી તેની પર ચમચા વડે તૈયાર કરેલું મિશ્રણ રેડીને નાની સાઈઝનાં પાપડ બનાવવા.
- 5
તેને બે દિવસ સુધી તડકામાં સૂકવવા. સરખો તાપ હશે તો બે દિવસમાં સુકાઈ જશે.
- 6
સુકાઈ જાય એટલે પ્લાસ્ટિક પરથી ઉખાડવા, તેને ગરમ તેલમાં તળીને ખાવા. આ ફરાળી પાપડ છે એટલે તેને ઉપવાસમાં ખાઈ શકાય છે. એક વર્ષ સુધી એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરી શકાય છે.
Keywords
Similar Recipes
More Recipes


















ટિપ્પણીઓ (10)