કેસરીયા રસમલાઈ(kesaria rasmalai in Gujarati)

મારી ને મારા ફેમિલીની પસંદગીની મિઠાઇ છે...ઘરે પણ આસાનીથી બની જાય છે...રબડી તો બને જ છે...બસ સાથે રસગુલ્લા બનાવી ને રબડીમાં ઉમેરો ને રસમલાઇ તૈયાર..
કેસરીયા રસમલાઈ(kesaria rasmalai in Gujarati)
મારી ને મારા ફેમિલીની પસંદગીની મિઠાઇ છે...ઘરે પણ આસાનીથી બની જાય છે...રબડી તો બને જ છે...બસ સાથે રસગુલ્લા બનાવી ને રબડીમાં ઉમેરો ને રસમલાઇ તૈયાર..
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલા માં ટોન્ડ દૂધ(તાજા) ને ઊભરો લાવી ને ગરમ કરો. સાઇડ માં એક વાટકી માં ૨ ચમચી લીંબુનો રસ અને ૨ ચમચી પાણી મિક્સ કરો. હવે ગરમ દૂધ માં લીંબુના રસ ને થોડું થોડું ઉમેરો અને હલાવતા જાઓ. પનીર અને પાણી પૂરું અલગ પડી જાય ત્યાં સુધી ઉમેરતાં રહો. કાણાંવાળા વાસણ માં કપડું મૂકી, પાણી નીકાળી પનીર અલગ કરો. સાફ પાણી થી ૨-૩ વાર પનીર ને સારી રીતે ધોઇ લો. કપડાં ને દબાવી વધારાનું પાણી નીકાળી લો. પનીર વધારે સૂકું ના થઇ જાય કે વધારે પાણી વાળું ના રહે એનું ધ્યાન રાખવું.
- 2
બીજા એક તપેલામાં ફૂલ ક્રિમ દૂધ (ગોલ્ડ) ને ગરમ કરી ઉકાળો. સાથે કેસર અને ઇલાયચી પાઉડર ઉમેરી 1/2 થાય ત્યાં સુધી ઉકાળો. થવા આવે એટલે ખાંડ અને બદામ પિસ્તા ની કતરણ નાખીને થોડી વાર ઉકળવા દો. રબડી તૈયાર છે.
- 3
પનીર ને હથેળી થી ૫ થી ૧૦ મિનિટ મુલાયમ થાય ત્યાં સુધી મસળો. હવે એના ચપટા કે ગોળ પેંડા વાળી લો. આટલા પનીર નાં ૮ થી ૧૦ ગોળા બનશે.
- 4
હવે એક પહોળા વાસણ માં પાણી અને ખાંડ ગરમ કરો.એમાં ઇલાયચી અને રોઝ એસેન્સ નાખો. ઉકળે એટલે બનેલા ગોળા નાખી ઢાંકી ને ૧૦ થી ૧૫ મિનિટ ઉકળવા દો. વચ્ચે સાચવીને હલાવી લેવા. ગોળા ફૂલી ને બમણાં થઇ જશે. રસગુલ્લા તૈયાર છે. (એસેન્સથી સારી માર્કેટ જેવી ફ્લેવર આવશે.)
- 5
રસગુલ્લા ઠંડા થાય એટલે દબાવી ચાસણી કાઢી રબડી માં નાખવા. અને થોડો સમય રબડી માં રહેવા દેવા જેથી રબડી નું દૂધ થોડું અંદર ઉતરે. રસમલાઇ તૈયાર છે.
Similar Recipes
More Recipes










ટિપ્પણીઓ