હરા ભરા કબાબ(hara bhra kabab in Gujarati)
#વિકમીલ3, તળેલું
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકાને ચારથી પાંચ સીટી વગાડી ને બાફૉ ત્યારબાદ પાલકને બે-ત્રણ પાણીએ ધોઈ અને એક તપેલામાં ગરમ પાણી કરી અને પાલકને પાંચથી સાત મિનિટ ઉકાળો
- 2
ત્યારબાદ તેને નીતારીને મિક્સરમાં ક્રશ કરો બીજી બાજુ મટર કેપ્સીકમ આદુ અને મરચા એક કડાઈમાં તેલ માં પાંચથી દસ મિનિટ સાંતળો ઠંડુ થાય એટલે એની પણ મિક્સરમાં પેસ્ટ બનાવો
- 3
ત્યારબાદ તેમાં બાફેલા બટાકા અને આ બંને પેસ્ટ કરેલી છે એને મિક્સ કરો તેમાં મીઠું મરચું હળદર ધાણાજીરું ગરમ મસાલો મરી પાઉડર લીંબુ કોર્ન ફ્લોર બ્રેડક્રમ્સ પનીર બધું મિક્સ કરી અને નાની નાની પેટીસ વાળો
- 4
હથેળીથી થેપી અને શેપ આપો ત્યાર બાદ એને વચ્ચે કાજુ લગાવો અને બ્રેડ ક્રમ્સ માં બોળી અને ડીપ ફ્રાય કરો અને તળાઈ જાય પછી ફુદીના કોથમીરની ચટણી અને ગાજર ટમાટર કેપ્સીકમ ને કોબીના સલાડ સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13072720













ટિપ્પણીઓ (3)