રસગુલ્લા(Rasgulla recipe in Gujarati)

Sunita Vaghela
Sunita Vaghela @cook_sunita18
Vadodara
શેર કરો

ઘટકો

  1. 1અને 1/2 લીટર ગાય નુ દૂધ
  2. 2 વાટકીખાંડ
  3. 4 વાટકીપાણી
  4. 2લીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દૂધ ને ગેસ પર મૂકી એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરો.. હવે લીંબુના રસ અને તેમાં એક ગ્લાસ પાણી ઉમેરીને આ દૂધ માં ધીરે ધીરે ઉમેરો અને દૂધ માં થી પનીર છુટ્ટું પડે ત્યાં સુધી ઉમેરતાં રહેવું..

  2. 2

    હવે એક કપડામાં નાખીને બે કલાક સુધી નીતરવા દો.. પછી સાત મિનિટ સુધી પનીર ને મસળી લો..

  3. 3

    બરાબર સોફ્ટ થાય એટલે તેના ગોળા બનાવી લો..

  4. 4

    એક કડાઈમાં ખાંડ નાખી ને તેમાં ડબલ પાણી ઉમેરીને ઉકળવા દો.ખાડ ઓગળે એટલે. હવે તેમાં એક એક કરીને બધા રસગુલ્લા ઉમેરીને ને ઢાંકી ને દસ મિનિટ માટે ફાસ્ટ ગેસ પર રહેવા દો.. હવે ઢાંકણ ખોલી ને હળવેથી પલટાવી લો અને પાંચ થી સાત મિનિટ સુધી ઉકળવા દો..

  5. 5

    નીચે ઉતારી લો અને ઠંડુ થવા દો..બે કલાક માટે ઢાંકી ને ફ્રીજ માં મુકી દો.. હવે રસગુલ્લા સર્વ કરો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sunita Vaghela
Sunita Vaghela @cook_sunita18
પર
Vadodara

ટિપ્પણીઓ (12)

Similar Recipes