હાંડવો(handvo recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ અને ચોખાને બે થી ત્રણ વાર પાણીની મદદથી ધોઈને પાંચ- છ કલાક માટે પલાળી રાખો.ત્યારબાદ બધી પલાળેલ દાળ અને ચોખાને મીક્ષરમાં દહીં નાખીને ક્રશ કરી લો. ત્યારબાદ તેને છ થી સાત કલાક માટે આથો લાવવા માટે મૂકવું. પછી દુધી ગાજર ને છીણી લો.હવે હાંડવાના ખીરામાં ઉમેરી લો પછી તેમાં આદુ મરચાની પેસ્ટ,હળદર,મીઠું, ઘઉંનો જાડો લોટ,કોથમીર, થોડો ગોળ ધાણા જીરું પાઉડર,ગરમ મસાલો, અથાણાનો રસો, હળદર, લસણ નાખીને બરાબર મિક્ષ કરી લો.,
- 2
હવે એક તપેલીમાં તેલ મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, હિંગ, મીઠો લીમડાના પાન, અને લાલ મરચું પાઉડર નાખીને વઘાર કરો પછી આ વઘાર ને ખીરામાં ઉમેરીને બરાબર મિક્સ કરી લો. અને ૪૦ થી ૪૫ મિનિટ માટે તેને ઢાંકી ને ને મૂકી દો.હવે કૂકર તેલથી ગ્રીસ કરી ને રેતી ઉપર ગરમ કરવા મૂકો અને પછી ખીરામાં સોડા ઉમેરીને બરાબર એક બાજુ મિક્સ કરીને હાંડવાના કુકરમાં નાખો.
- 3
ફરી તેલ ગરમ કરવા મુકો અને તેમાં રાઈ, હિંગ, તલ, મીઠા લીમડાનો વઘાર કરો અને આ વઘાર ખીરાની ઉપર રેડો અને ઢાંકીને 15 મિનિટ ફાસ્ટ ગેસ ઉપર અને 30 મિનિટ એકદમ ધીમા ગેસ ઉપર હાંડવો ચડવા દો. ત્યાર પછી ચપ્પાની મદદથી ચેક કરી લો જો હાંડવો ચપ્પા પર ચોંટે નહીં તો હાંડવો તૈયાર છે.
Keywords
Similar Recipes
More Recipes













ટિપ્પણીઓ (2)