અળવી પાત્રાનો ચટાકો(alvi patra testfullchtako recipe in Gujarati)

અળવી પાત્રાનો ચટાકો(alvi patra testfullchtako recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
અળવી ના પાન લઇ તેની ડાંડલીઓ કાઢી લઈશું તેની નાની નાની ડાંડલી પણ દૂર કરી બરાબર પાન ને સાફ કરી લેશું..ત્યાર બાદ એક બાઉલમાં ૧ કપ ચણા નો લોટ લેશું તેમાં ૧/૫ ચમચી હળદર ૧/૫ ચમચી ધાણાજીરું પાઉડર ૧/૫ ચમચી મરચું,આદુ મરચા ની પેસ્ટ લીંબુ નો રસ ૧/૫ ચમચી ખાંડ,૧ ચમચી કાળા તલ અને મીઠું સ્વાદ મુજબ એડ કરી લોટ ને મિસ્ક કરી પાણી એડ કરી બેટર તૈયાર કરી લેશું.ગોટી ના રહે તેનું ખાસ ધ્યાન રાખવું.
- 2
ત્યારબાદ બેટર ને પાન પર લગાવી ને રોલ વાળી લેશું..રોલ ને ઢોકળિયા માં મૂકી ને ૧૫ મિનિટ કુક થવા દેશુ..પાત્રા તૈયાર છે.
- 3
ત્યારબાદ એક કડાઈ માં ૨ ચમચા તેલ લઇ થોડું ગરમ થાય એટલે આખું જીરું,તમાલના પાન,મીઠો લીમડો,એડ કરી સાતળી લેશું.પછી લસણની પેસ્ટ,ટામેટાની પેસ્ટ ૧/૫ ચમચી હળદર ૧/૫ ચમચી દાણા જીરું પાઉડર ૧-૧/૫ લાલ મરચું એડ કરી સાતળી લેશું.ત્યારબાદ પાણી એક ચમચા જેટલું એડ કરી ચડવા દેશું.
- 4
ત્યાબાદ ઉભરો આવે એટલે પાત્રા એડ કરી ચપટી ગરમ મસાલો ઉમેરી,કોથમીર એડ કરીદેશું.
- 5
તૈયાર છે ગરમા ગરમ અળવી પાત્રા નો ચટાકો..તમે પણ બાનવજો..
Keywords
Similar Recipes
More Recipes

















ટિપ્પણીઓ (2)