રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધુ વેજીટેબલ જીણું સમારી લેવુ. લસણ ને પણ જીણું સમારવુ
- 2
બધું વેજીટેબલ સમારાય જાય એટલે એક લોયા માં બે થી ત્રણ ચમચી તેલ ગરમ થવા મુકવુ તેલ ગરમ થાય એટલે સૌ પ્રથમ જીણું સમારેલું લસણ નાખવું. ત્યાર બાદ તેમા ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખી ને બે મીનીટ ધીમા તાપે હલાવુ
- 3
પછી તેમાં બધા વેજીટેબલ એકપછી નાખવા ને ધીમા ગેસ પર હલાવુ પછી તેમાં હળદર, લાલ મરચું પાવડર અને મીઠું નાખી ને હલાવવું તેને દશ મીનીટ જ ગેસ પર રહેવા દેવુ
- 4
પછી રોટલી માટે લોટ બાંધી ને તેને દશ થી પંદર મિનિટ માટે રહેવા દેવું પરોઠા જેવો બાંધવા નો લોટ ને લુવા કરી ને ઢાકી દેવું
- 5
પછી રોટલી એકદમ પતલી વણી નાખવા ની આ લોક માં છ રોટલી થશે બધી રોટલી વણી ને પેપર અડધી કલાક સુકવી દેવા ની
- 6
પછી એક નોટિસ પેન મા સૌ પ્રથમ પીઝા સોસ લગાવા નો પછી રોટલી મુકવા ની રોટલી પર પીઝા સોસ અને વ્યાઈટ સોસ લગાવો પછી તેના પર બધા વેજીટેબલ નાખવા ના પછી તેના પર ચીઝ લગાવો આવી જ રીતે એક પછી એક રોટલી મુકવા ની પછી સૌથી છેલ્લી રોટલી પર પીઝા સોસ અને વ્યાઈટ સોસ લગાવી તેના પર ચીઝ અને ચીલી ફ્લેક્સ નાખવું પછી તેને ધીમા તાપે ગેસ પર મુકવુ એને અડધી કલાક થશે થતાં એટલે ખાસ ધ્યાન રાખવું
- 7
આવી જ રીતે બધી રોટલી પર કરવાનું
- 8
આ છેલ્લી રોટલી પર આવી રીતે લગાવુ
- 9
આ તૈયાર થઈ ગયું લઝાણીયા તેને ગરમા ગરમ સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes



























ટિપ્પણીઓ (10)