મસાલા ખાખરા(Masala khakhra recipe in Gujarati)

#સુપરશેફ2
#માઇઇબુક
#પોસ્ટ24
ખાખરા ને લો-કેલેરી ફુડ તરીકે લઈ શકો એવી પોષક શાસ્ત્રીઓ ભલામણ કરે છે જે ગુજરાતમાં ઉદ્ભવેલું એક શેકેલું ફરસાણ છે. સમગ્ર ગુજરાત અને ગુજરાતી પ્રજામાં આ ઘણી પ્રચલિત વાનગી છે. વિવિધ પ્રકારના લોટમાંથી ખાખરા બનાવે છે તે અનુસાર તેના નામ પડે છે. દા.ત. ઘઉં ના ખાખરા, બાજરીના ખાખરા વગેરે. ખાખરા પ્રાયઃ ચા સાથે લેવાતા હોય છે. જોકે તેને દિવસમાં કોઈ પણ ભાગે ખવાય છે. સાદા ખાખરા પર ઘી લગાડીને ખાવાથી તે વધુ સ્વાદિષ્ટ લાગે છે. લોકો આને ચટણી કે અથાણા સાથે પણ ખાય છે આ વાનગી શેકીને બનાવાતી હોવાથી જેમને તળેલું ખાવાની મનાઈ હોય તેઓ આ ફરસાણ ખાઈ શકે છે.
તેવું જ એક શેકેલું ફરસાણ મસાલા ખાખરા છે જે ઘઉં ના લોટમાંથી બનાવેલ છે જેને એઝ અ સ્નેક્સ એન મીલ એની ટાઈમ તમે લઈ છો.

રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા એક મોટા બાઉલમાં ઘઉનો લોટ અને ચણાનો લોટ એડ કરો.હવે તેમાં 5 ચમચી તેલ, મીઠું, હળદર, ધાણાજીરુ,અજમા,જીરુ અને લાલ મિર્ચ પાઉડર એડ કરી બરાબર મિક્સ કરી જરુર મુજબ પાણી લઈ ખાખરા માટેનો મિડીયમ કઠણ લોટ બાંધી 10 મિનિટ રેસ્ટ આપો.
- 2
હવે લોટને જરુર મુજબ તેલનું મોણ લઈ મસળી ખાખરા બનાવવા રાઉન્ડ શેઈપમાં લુવા રેડી કરી લો.
- 3
હવે લુવા માંથી રાઉન્ડ શેઈપમાં મિડીયમ થીક અને સાઈઝમાં વણી ગરમ થયેલી લોઢી પર લો ફ્લેમ પર શેકો.
- 4
પહેલા બંને સાઈડ મિડીયમ ગુલાબી શેકી પછી એક જાડુ કપડુ લઈ તેના વડે દબાવી બંને બાજુ બરાબર શેકી લો.આ રીતે બધા ખાખરા રેડી કરી છેલ્લે ઘી વડે ચોપડી લો.
- 5
તૈયાર કરેલા મસાલા ખાખરાને સર્વિંગ પ્લેટમાં લઈ બધા યુઝ કરેલ મસાલા સાથે ગાર્નીશ કરી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (24)