કોબીજ અને ચણાની દાળનું શાક(kobij and chana dal nu saak recipe in Gujarati L

Pinal Parmar @cook_24994738
#માઇઇબુક સુપર સેફ
કોબીજ અને ચણાની દાળનું શાક(kobij and chana dal nu saak recipe in Gujarati L
#માઇઇબુક સુપર સેફ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કોબીજ ને ઝીણી સમારી લો. હવે કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થઈ જાય ત્યારબાદ કડાઈમાં રાઈ, જીરું અને કઢી પત્તા નાખીને એક મિનિટ માટે થવા દો. ત્યારબાદ તેમાં લીલા મરચાં, હીંગ, આદુ-લસણની પેસ્ટ અને હળદર નાખીને બરાબર મિક્સ કરીને બે મિનિટ માટે થવા દો.
- 2
ત્યારબાદ તેમાં બાફેલી ચણાની દાળ નાખીને બરાબર મિક્ષ કરી લો હવે એમાં જીણી સમારેલી કોબીજ નાખી દો હવે આ બધી વસ્તુને બરોબર મિક્સ કરી લો અને ઢાંકી દો.
- 3
હવે આને ઢાંકીને દસ મિનિટ સુધી થવા દો વચ્ચે વચ્ચે ખોલીને હલાવતા રહો.
- 4
દસ મિનિટ પછી કોબીજ અને ચણાની દાળનું શાક તૈયાર થઈ ગયું હશે. હવે એના ઉપર કોથમીર નાખો હવે આપણી કોબી અને ચણાની દાળનું શાક તૈયાર છે.
- 5
કોબી અને ચણાની દાળનું શાક ખુબજ સરસ લાગે છે આને તમે રોટલી સાથે સર્વ કરી શકો છો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13241253






ટિપ્પણીઓ