ભરેલા મરચા

Maya Purohit @cook_24030258
#ઉપવાસ દાળ ભાત શાક રોટલી હારે ભરેલા મરચા હોય તો મજા પડી જાય પણ જો ઉપવાસ હોય ને ભરેલા મરચા ખાવા હોય તો , તો ચાલો હુ બનાવુ છુ ભરેલા મરચા ફરાળી
ભરેલા મરચા
#ઉપવાસ દાળ ભાત શાક રોટલી હારે ભરેલા મરચા હોય તો મજા પડી જાય પણ જો ઉપવાસ હોય ને ભરેલા મરચા ખાવા હોય તો , તો ચાલો હુ બનાવુ છુ ભરેલા મરચા ફરાળી
રાંધવાની સૂચનાઓ
- 1
રાજગરા ના લોટ ને સહેજ મિડિયમ ગેસ પર શેકવો શીંગદાણા ને અધકચરા ખાંડવા મરચા માથી બી કાઢી લેવા
- 2
બટાકા નો છુંદો કરી લોટ,શીંગદાણા, મીઠુ, આમચુર પાઉડર ખાંડ,મરી આબધુ નાખી મિક્સ કરવુ હવે મરચા મા આ સ્ટફીંગ ભરવુ એક પેન મા પાણી ભરી તેના પર ચારણી મુકી સ્ટીમ કરવા
- 3
મરચા ને ૫ મિનિટ આરીતે વરાળ મા બાફવા મરચા બફાય જાય એટલે વઘાર મુકવો તેમા જીરુ નાખી મરચા નાખવા પછી ૨ ચમચી મરચા સ્ટીમ કરેલુ પાણી નાખી ૧ મિનિટ રાખી ઉતારી લેવુ તૈયાર છે ફરાળી ભરેલા મરચા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13302907

ટિપ્પણીઓ