"સાંભાર-દાળ"(dal recipe in gujarati)

#સુપરશેફ4#રાઈસ અથવા દાળ
મોટા ભાગની સાઉથ ઈન્ડિયન વાનગી લગભગ સાંભાર વગર સંભવીત નથી દા.ત. ઢોસા,ઈડલી,મેંદુવડા, ઉતાપમ,સ્ટફવડા સાદોભાત,મસાલભાત,પુલાવ વગેરે વગરે.યાદી ઘણી લાંબી થઈ શકે છે.પણ આપણે અસલમાં સાંભાર કઈ રીતે બને અને પાછો એજ સ્વાદ સાઉથ ઈન્ડિયન. ચાલો આજે આપને માટે હું એ જ રેશિપી લઈ આવી છું તો બનાવીશું " સાંભાર-દાળ".

રાંધવાની સૂચનાઓ
- 1
તુવેરદાળ ધોઈને કૂકરમાં બાફી લો અને ક્રશ કરી લો.ત્યારબાદ તેમાં જરૂરી પાણી ઉમેરી લીલા મરચાના ટુકડા, ક્રશ કરેલું આદુ,શીંગદાણા,કોકમના ફૂલ,સુધારેલા ટામેટા,ધાણા જીરું,મીઠું,હળદર,ખાંડ નાખી ઉકળવા મુકો. સાંભાર મસાલો ઉમેરો.(અગાઉ ની મારી રેશિપીમાં સાંભાર મસાલાની રેશિપી આપેલ છે).
- 2
બરાબર ઉકળી જાય એટલે વઘારીયામાં તેલ ગરમ કરી તેમાં રાઈ,ઉમેરો.તતડે પછી જીરું નાખો પછી અડદની દાળ નાંખો અને ગુલાબી થાય પછી મેથી,બાદિયા,તજપત્તુ,લીમડાનાં પાન, હિંગ,આખું સૂકુ લાલ મરચું અને મરચું પાઉડર ઉમેરી અને સાંભારમાં ઉમેરો. ફરીવાર એક ચમચી તેલ ગરમ મૂકી તેમાં જીણા સમારેલા કાંદા સાંતળો અને સંતળાઈ જાય એટલે સાંભારમાં ઉમેરો.
- 3
હવે એક નાના બાઉલમાં રાંધેલ સાદા ભાત લઈ સર્વિંગ પ્લેટમાં અનમોલ્ડ કરી તેની સાથે બાઉલમાં ગરમાગરમ "સાંભાર-દાળ"સવૅ કરો.આ રીતે બનાવેલ સાંભાર-દાળ માં તમને સાઉથનો ટેસ્ટ ચોક્કસ આવશે.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (3)