ભૈડકુ(Bhaidku recipe in gujarati)

#વેસ્ટ
#ગુજરાત
#વિસરાતી_વાનગી
#india2020
#cookpadindia
ભૈડકુ એક ગુજરાતી ગામઠી વાનગી છે જે આધુનિક સમય માં વિસરાતી જાય છે. આ ડિશ પચવામાં સરળ છે. ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. આને ગરમ ગરમ જ ઉપર ઘી નાખી ખાવામાં આવે છે. વરસાદી માહોલ માં પાચનશક્તિ કમજોર હોય છે જેથી લાઈટ ડિનર, લંચ કરવામાં આવે છે.
ભૈડકુ(Bhaidku recipe in gujarati)
#વેસ્ટ
#ગુજરાત
#વિસરાતી_વાનગી
#india2020
#cookpadindia
ભૈડકુ એક ગુજરાતી ગામઠી વાનગી છે જે આધુનિક સમય માં વિસરાતી જાય છે. આ ડિશ પચવામાં સરળ છે. ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. આને ગરમ ગરમ જ ઉપર ઘી નાખી ખાવામાં આવે છે. વરસાદી માહોલ માં પાચનશક્તિ કમજોર હોય છે જેથી લાઈટ ડિનર, લંચ કરવામાં આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેહલા બધા અનાજ ને કઢાઈ માં લઇ સ્લો ફ્લેમ પર શેકી લો.
- 2
બધું એક ડિશ માં કાઢી લો અને ઠંડુ થવા દો.
- 3
અનાજ ઠંડા થઇ જાય પછી તેને મિક્સી જાર માં લઇ અધકચરુ પીસી લો. આમાંથી 3 થી 4 વાર ભૈડકુ બનશે.
- 4
હવે આમથી 1 1/2 વાટકી(દોઢ વાટકી) પીસેલું અનાજ નું મિક્સર લઈ લો.
- 5
એક વાટકી દહીં લઈ તેમાં 3 વાટકી પાણી ઉમેરી મિક્સ કરી લો.તેને અનાજ વાળા મિક્સર માં ઉમેરી લો.
- 6
બધું મિક્સ કરી લો. હવે માટીના વાસણ માં એક ચમચી ઘી લઈ ગરમ થવા દો. હવે એમાં જીરું અને હિંગ ઉમેરી લો.
- 7
જીરું તતડે પછી એમાં બીજા મસાલા (હળદર, મરી,મીઠું, ધાણાજીરૂ પાઉડર) ઉમેરો સાથે આદું મરચાં ની પેસ્ટ અને મીઠો લીમડો નાખી શેકી પછી તેમાં મીઠો લીમડો અને સીંગદાણા નો ભુક્કો ઉમેરી લો.
- 8
બધું બરાબર શેકાય જાય પછી તેમાં પલાળેલું મિક્સર ઉમેરો અને બાકીના 2 વાટકી પાણી ઉમેરી 20 મિનિટ સુધી ઢાંકીને થવા દો.
- 9
તૈયાર છે ભૈડકુ. આને સર્વિંગ પ્લેટ માં લઇ ઉપર થોડું ધી નાખી ગરમ ગરમ સર્વ કરો.
- 10
Keywords
Similar Recipes
More Recipes































ટિપ્પણીઓ (12)