નમકીન પૂરણપોળી (namkeen puranpoli recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણાની દાળ ધોઈને ૨ કલાક પલાળી રાખવી,પછી કૂકરમાં ૨ સીટી કરી બાફી લેવી.(એકદમ બાફવી ન જોઈએ)
- 2
તેલ મૂકી તેમાં હિંગ અને જીરાનો વઘાર કરી મરચું ઉમેરી, બાફેલી દાળ સાથે બધો મસાલો કરો,ચમચાની મદદથી દાળ પિસવી,એકદમ સરસ પીસી લેવી.પછી ગેસ પર થી ઉતારી લો, પુરણ તૈયાર છે.
- 3
ઘઉંના લોટમાં મીઠું,તેલનું મોણ અને જીરું ઉમેરી લોટ પરોઠા જેવો બાંધવો.
- 4
રોટલી જેવું વણી તેના પર વચે પુરણ મૂકવાનું,ફરતી બાજુએથી લોટ ભેગો કરી લેવો અને વધેલો લોટ કાઢી લેવો,ફરી લોટનું અટામણ રોટલી જેવું વણી લેવું.
- 5
લોઢી પર તેલ મૂકી બંને બાજુ ધીમા થી મિડિયમ ગેસ પર બદામી રંગની શેકવી
- 6
આ નમકીન પૂરણપોળી આપની તૈયાર છે,તમે ગ્રીન ચટણી,સોસ કે દહીં સાથે ગરમ ગરમ પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13475699



















ટિપ્પણીઓ (2)