પાણીપુરી નું પાણી - ચાર અલગ ફ્લેવર(Four Different Types Of Water Pani Puri Recipe In Gujarati)

Suchi Shah
Suchi Shah @SuchiShah13
USA

શું આપણે પાણીપુરી ખાધા વિના રહી શકીએ છીએ? આ પ્રશ્નનો જવાબ અમારા માટે તો હંમેશાં “ના” જ છે. મને અને મારી દિકરી ને પાણી પૂરી બહુ જ ભાવે છે. 😘 અમે બીજી કોઈપણ વસ્તુઓ ખાધા વગર રહી શકીએ છીએ, પરંતુ પાણી પૂરી વગર બહું જ અઘરું છેં. ... 😉😊 ઘરે અમારી કોઈની Birthday હોય, Graduation હોય, Anniversary હોય કે બીજો કોઈ સારો પ્રસંગ. પાણીપુરી તો જરુર થી બને.

પાણી પૂરી બનાવવી ખુબ જ સહેલી છે. એક વાર પૂરી બનાવી કે થોડા દિવસ સુધી એનો આનંદ લઈ શકાય છે. આજે પાણીપુરી ની બહુ બધી પૂરી તો ઘરે સરસ બનાવી લીધી, હવે વારો મસ્ત ચટાકા વાળા પાણી નો. આમ તો હું દર વખતે ફુદીના લીલાં મરચા નું પાણી એકલું જ બનાવું છું. આ વખતે ઘર માં બધા ને બહાર ની જેમ જુદા જુદા પાણી સાથે મળતી પાણીપુરી ખાવાની ઇચ્છા થઈ હતી. એટલે જુદા-જુદા ચાર પાણી બનાવ્યાં. ફુદીના લીલા મરચાં નું પાની, જલજીરા પાની, લસણ અને લાલ મરચાંનું પાણી અને આંબલી નું ખાટ્ટું મીઠું પાણી. બહું જ સરસ બન્યા બધા... શું મઝા આવી છે; પાણીપુરી ખાવાની!!!! 😋😋

આ બધાં માં લસણ વાળું પાણી મારું સૌથી વધારે ફેવરેટ છે. બહુ બધી બાળપણ ની યાદો જોડાયેલી છે. હું જ્યારે નાની હતી તે વખતે, અમારા નાનાં સુંદર ગામમાં લસણ વાળા પાણી ની અને રગડા વાળી એમ બેજ જાતની પાણીપુરી મળતી હતી.અમે એજ ચટાકેદાર પાણી ખાઈ ને મોટા થયા. હવે તો સમય બદલાયો અને વિવિધ જાતનાં પાણી મળતાં થયાં છે. પણ મને હજુ પણ એ મસ્ત તીખાં તમતમતાં લસણ વાળા પાણી ની પાણીપુરી નો ટેસ્ટ યાદ છે.. સાચું કહું તો લખતા લખતાં મોં મા પાણી આવી ગયું....

તમે જ જોઈ ને કહેો... લાગે છે ને જોરદાર!!! તમારા મોં મા પણ જો જોઈને પાણી આવી ગયું હોય તો, ફટફટ તમે પણ બનાવી લો અને એન્જોય કરો. 😊🥰

#માઇઇબુક
#cookpad
#cookpadgujarati
#cookpadindia

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪-૫
  1. મસાલેદાર ફુદીના પાણી
  2. ૧.૫ લિટર પાણી
  3. જૂદી ફુદીનો (ફક્ત પાંદડા લેવા)
  4. ૫-૬ નંગલીલા મરચા (તીખાં મરચાં લેવાં, જો ઓછું તીખું ખાતાં હેય તો ઓછા લેવાં)
  5. જરૂર મુજબ સંચળ પાઉડર
  6. ચપટીહીંગ
  7. સ્વાદ પ્રમાણેમીઠું
  8. ૧ નંગલીંબુ નો રસ
  9. ૧ ચમચીઆમચુર પાઉડર
  10. ૨ ચમચીપાણી પૂરી મસાલો (કોઈપણ બ્રાન્ડ કામ કરશે - મેં એવરેસ્ટ પાણી પૂરી મસાલાનો ઉપયોગ કર્યો છે)
  11. ૧ નંગનાનો ટુકડો આદુ
  12. જલજીરા પાણી
  13. 2 ચમચીજલજીરા પાઉડર
  14. સ્વાદ પ્રમાણેમીઠું
  15. ચપટીહિંગ
  16. ૨ નંગલીંબુ નો રસ
  17. ૧ ગ્લાસપાણી
  18. લસણ પાની
  19. ૫-૬કળી લસણ
  20. ૧/૨ ચમચીલાલ મરચું પાઉડર (તમારા સ્વાદ મુજબ)
  21. ૧/૪ ચમચીઆમચુર પાઉડર
  22. ૧/૨ ચમચીસંચળ, લીંબુ 🍋 રસ
  23. સ્વાદ પ્રમાણેમીઠું
  24. ૧ ગ્લાસપાણી
  25. આંબલી નું પાણી (ખટ્ટા મીઠા)
  26. ૨ ચમચીઆમલીની પેસ્ટ (મેં તૈયાર ઉપયોગ કર્યો)તમે આંબલી ને જરાક પાણીમાં થોડી વાર પલારી નીચવીં ને એ પાણી ને ગાળી ને ઉપયોગ માં લઈ શકો છો
  27. ૧ ચમચીટેબલ ચમચી બ્રાઉન ખાંડ
  28. સસ્વાદાનુસાર મીઠું,સંચળ
  29. ૧ ચમચીજીરા પાઉડર
  30. ૧/૨ ચમચીઅમચુર પાઉડર
  31. ૧ ગ્લાસપાણી
  32. પાણી પૂરી ની પૂરી (મેં ઘરે બનાવેલી રવા ની પૂરી વાપરી છે) રેસિપી પહેલા પોસ્ટ કરી છે
  33. જરૂર મુજબ બુંદી
  34. પુરણ માટે
  35. ૩-૪ નંગ બાફેલા બટાકા
  36. ૧ વાટકીબાફેલા કાળા ચણાં (ચણા ને ૭-૮ કલાક માટે ધોઈ ને પલારી લેવાં, કુકમાં મુકી, જરા મીઠું નાંખી બાફી લેવાં)
  37. સ્વાદાનુસાર મીઠું
  38. ૧ ચમચીલાલ મરચું
  39. ચપટીહીંગ
  40. જરૂર મુજબ પાણી પૂરી નો મસાલો
  41. જરૂર મુજબ એકદમ જરા લસણની ચટણી (ઓપ્શનલ છે, આ જરા આ પુરણ માં નાંખસો તો, બહુ જ સરસ બહારનાં જેવો જ ટેસ્ટ આવશે) મેં સુકી લસણની ચટણી યુઝ કરી છે
  42. સ્વાદાનુસાર સંચળ
  43. જરૂર મુજબ સમારેલી કોથમીર
  44. જરૂર મુજબ દાડમનાં દાણાં (ઓપ્શનલ છે)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ફુદીનાનાં પાણી માટે - એક મીક્ષર નાં જાર માં ફુદીનો, આદુનો ટુકડો,લીલાં મરચાં, મીઠું, સંચર, પાણીપુરી નો મસાલો,લીબું નો રસ,આમચુર પાઉડર,હીંગ એ બંધું ઉમેરો. જરાક જ પાણી લઈ પેસ્ટ બનાવે. પેસ્ટ બની જાય એટલે એને પાણીમાં ઉમેરો, સરસ હલાવી લો અને મીક્ષ કરી લો.તેને થોડા કલાકો માટે રેફ્રિજરેટરમાં ઠંડું કરવા મૂકો. આ પાણી ઠંડું હેય તો ખુબ જ સરસ લાગે છે. તમે આ પાણી એક દીવસ પહેલા પણ બનાવી ને મુકી શકો છો. એનાં થી મસાલો સરસ પલળે છે, અને પાણી ખુબ જ સરસ લાગે છે. ખાવા ની થોડી વાર પહેલાં બુંદી ઉમેરો.

  2. 2

    જલજીરા પાણી માટે - પાણી માં જલજીરા પાઉડર, મીઠું, હીંગ,લાંબું નો રસ બધું સરસ મિક્સ કરી રેફ્રિજરેટરમાં મૂકો..ખાવાની જરા વાર પહેલાં બુંદી ઉમેરો.

  3. 3

    લસણ પાની માટે - પાણી સિવાય લસણની કળી, મરચું, આમચુર પાઉડર, સંચળ, મીઠું અને લીબું ને રસ બધું મિક્સર ગ્રાઇન્ડરનોમાં મૂકો. એક પેસ્ટ બનાવો. અને પાણી માં આ પેસ્ટને પાણીમાં ઉમેરો.ઠંડુ થવા મુકો. ખાવાની જરા વાર પહેલાં બુંદી ઉમેરો.

  4. 4

    આંબલી પાની (ખાટ્ટા- મીઠા) - આમલીનો પલ્પ, ખાંડ, મીઠું, સંચળ, આમચુર પાઉડર, જીરું પાઉડર બધું મિક્સ કરી પેસ્ટ બનાવો. તેને પાણીમાં ઉમેરો. ઠંડું કરો. ખાવાની થોડી વાર પહેલાં બુંદી ઉમેરો.

  5. 5

    આપણા ચારે પાણી રેડી છે. સરસ ઠંડા થઈ ગયી છે. બધાં માં બુંદી ઉમેરી ખાવા માટે રેડી કરી લીધા છે.

  6. 6

    એક બાઉલમાં બટાકા, ચણાં, મીઠું, સંચળ, લસણની ચટણી, પાણીપુરી મસાલો, લાલમરચું, હીંગ, કોથમીર, દાડમનાં દાણાં બધું મીક્ષ કરી પુરણ તૈયાર કરો.

  7. 7

    હવે, પૂરી માં જરા જરા પુરણ ભરો, અને બનાવેલાં પાણી જોડે પીરસો. પાણીપુરી ની પૂરી બનાવવાની રેસિપી મેં પહેલી શેર કરી છે.

  8. 8

    ચોકલેટ પાણીપુરી વીથ કોલ્ડ કોફી અને ગાજર હલવો અને રબડી. અને ચાર જુદા ટેસ્ટ નાં પાણી. પાણી પૂરી એન્જોય કરો. ચોકલેટ પૂરી બનાવવાની રેસિપી મેં પહેલા શેર કરી છે.

  9. 9
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Suchi Shah
Suchi Shah @SuchiShah13
પર
USA

ટિપ્પણીઓ (11)

Similar Recipes