મોતિચૂર લાડુું (Motichur ladoo recipe in Gujarati)

#GC
ગણપતિ જી ના પ્રિય મોતિચૂર લાડું ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. મોતિચૂર લાડુું આમ તો બનાવવા સેહલા છે પણ એના માટે જે સ્પેશિયલ ઝારો આવે છે એ ઘરે ન હોય.. એટલે નાની બુંદી પાડવી અઘરી પડે પણ મે અહી જુગાડ કરીને નાની બુંદી પાડી છે. 😁
મોતિચૂર લાડુું (Motichur ladoo recipe in Gujarati)
#GC
ગણપતિ જી ના પ્રિય મોતિચૂર લાડું ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. મોતિચૂર લાડુું આમ તો બનાવવા સેહલા છે પણ એના માટે જે સ્પેશિયલ ઝારો આવે છે એ ઘરે ન હોય.. એટલે નાની બુંદી પાડવી અઘરી પડે પણ મે અહી જુગાડ કરીને નાની બુંદી પાડી છે. 😁
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં બેસન ચાળીને લઈ લો. બેસન ને ચાળીને જ લેવું જેથી બેટર માં ગાંઠો ના પડે.
હવે આમાં ધીરે ધીરે પાણી ઉમેરતાં જાવ અને બેટર ને હલાવતા જાવ.બેટર બહુ જાડું પણ ના રાખવું અને બહુ પાતળુ પણ ના રાખવું. મિડિયમ રાખવું જેથી બુંદી ગોળ બને. - 2
આમાં કેસર પણ ઉમેરી દો. જો કલર રાખવો હોય તો ના નાખવો હોય તો પણ ચાલે. મે અહી 10 મિનિટ કેસર ને નોર્મલ પાણી માં પલાળી દીધું હતું.
ચપટી સોડા ઉમેરી બેટરમાં મિક્સ કરી લો.
હવે કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો. આંચ ને મિડિયમ હાઈ પર રાખવી. - 3
- 4
- 5
તેલ ગરમ થાય પછી તેમાં થોડું બેટર નાખીને જોવો જો તરત ઉપર તળાઈ ને આવે તો તેલ કમ્પલેટ છે બુંદી માટે.
(બુંદી પાડવા ઘર ના નોર્મલ ઝારા પણ યુઝ કરાય. પણ મોતિચૂર લાડું માટે 0 નંબર નો ઝારો આવે છે જે બધી જગ્યાએ મળતો નથી. જેથી મે નાની બુંદી માટે થર્મોકોલ ની ડીશ માં સુઈ વડે કાણા કરી તેમાં નાની બુંદી પાડી છે.)
હવે ડીશ ને કડાઈ થી થોડું ઉપર રાખી એક ચમચા જેટલું બેટર નાખી બુંદી પાડી લો. બુંદી ને 30 સેકેન્ડ થી વધારે તળવી નય. - 6
બુંદી ને તેલ માંથી કાઢી સ્ટેનર માં મૂકો જેથી એક્સટ્રા ઓઇલ હોય તો નીકળી જાય. આ રીતે બધી બુંદી તૈયાર કરી લો.
- 7
એક તપેલી માં ખાંડ અને પાણી લઈ લો. ખાંડ ઓળગી જાય અને એક ઉભરો આવે પછી તેમાં લીંબુ નો રસ ઉમેરી લો. લીંબુ નો રસ ઉમેરવાથી ચાસણી માં ક્રિસ્ટલ બનતા નથી.
- 8
હવે એમાં ઇલિયાચી પાઉડર અને કેસર ના તાંતણા ઉમેરી લો. ચાસણી થોડી સ્ટિકી થાય એટલી જ કરવાની છે. (બે અંગૂઠા વચ્ચે લઇ ચેક કરવું થોડું સ્ટિકી લાગશે)આમાં તાર વાળી ચાસણી નથી કરવાની.
- 9
- 10
ચાસણી જ્યારે સ્ટિકી થય જાય પછી એમાં બુંદી ઉમેરી લો અને 2 મિનિટ સુધી એને સ્લો ફ્લેમ પર થવા દો.
હવે ચાસણી નો ગેસ બંધ કરી તપેલી પર ઢાંકણ ઢાંકી 20 મિનિટ રેસ્ટ આપી. આ ટાઈમ માં બુંદી ચાસણી પી લેસે. - 11
- 12
હવે મગજતરી ના બીજ થોડા તવા પર શેકી લો જેથી એનું મોઈસ્ચર નીકળી જાય.
20 મિનિટ પછી આમાં મગજતરી ના બીજ નાખી મિક્સ કરી લો અને થોડું મીક્સર લઈ - 13
હળવા હાથે પ્રેસ કરતા લાડું બનાવી લો. (હાથ માં ગોળ ફેરવતા લાડું નય બને)
આ રીતે બધા લાડું તૈયાર કરી લો. ઉપર પિસ્તા થી ગાર્નિશ કર્યું છે. (આ ઓપ્શનલ છે) - 14
- 15
તૈયાર છે મોતિચૂર લાડું.
Keywords
Similar Recipes
More Recipes
















































ટિપ્પણીઓ (37)