કાજુ કતરી (Kaju Katari Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાજૂને જારમાં ક્રશ કરી લો. કાજૂને ધીમે ધીમે ક્રશ કરવા જેથી તેનું તેલ છૂટૂ ના પડી જાય
- 2
હવે કાજૂને ચાળણીમા ચાળી લો. ત્યારબાદ તેને એક મોટા બાઉલમાં કાઢી લો
- 3
હવે તેમાં ૧ વાટકી મિલ્ક પાઉડર અને એક વાટકી દળેલી ખાંડ મિક્સ કરો ત્યારબાદ તેમાં સ્વાદ માટે ચપટી ઇલાયચી નો ભૂકો મિક્સ કરો હવે તેમાં ૨ ચમચી દૂધ ઉમેરી તેનો લોટ તૈયાર કરી લો
- 4
હાથમાં થોડું ઘી લઇ કાજુ ના લોટ પર લગાડી લો ત્યારબાદ તેમાંથી બે સરખા લૂઆ કરી એક લૂઓ લઇ પ્લાસ્ટીક શીટની વચ્ચે મૂક્યો ત્યાર બાદ તમને ગમતો સેપ આપી કટ કરી એક ડબ્બામાં ભરી લો ત્યારબાદ બીજા લુવા માંથી ભાખરી જેવી જાડી વણી ત્યારબાદ તમને ગમતો શેપ આપો. હવે તેને એક ડબ્બામાં ભરી ફ્રીઝ માં મૂકી દો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13511591












ટિપ્પણીઓ (6)