રવાના ઇન્સ્ટન્ટ ઉત્તપમ (instant Rava uttpam recipe in gujarati)

#ફટાફટ
અત્યારના સમયમાં સમય બધા પાસે ઓછો હોય છે, પણ સાથે સાથે જમવાનું કાંઈક સ્વાદિષ્ટ જોઈએ..આ ઉત્તપમ બહુજ ઓછા સમય માં અને સ્વાદિષ્ટ બને છે..

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ છાસ બનાવી સહેજ ગરમ કરી ને રવા ને ૧૦ મિનિટ પલાળી દ્યો.
- 2
રવો પલળે ત્યાં સુધીમાં, એક કડાઈ માં ૨ ચમચી તેલ લઇ, તેમાં 2 ડુંગળી ના કટકા, લસણ ની કડી તેમજ 2 ટમેટાના કટકા ને સહેજ સાંતળી લ્યો.હવે તેમાં મરચું, નમક,ધાણાજીરું, આમચૂર અને ખાંડ ઉમેરી મિક્સ કરી ગેસ પરથી ઉતારી લ્યો.ને સહેજ ઠંડું પડે એટલે મિક્સચર માં ક્રશ કરી ચટણી બનાવી લ્યો.
- 3
હવે પલાળેલા રવામાં, બેકિંગ સોડા, નમક ને ૨ ચમચી તેલ ઉમેરી મિક્સ કરી લ્યો. નોનસ્ટિક તવા પર તેલ લગાવી ઉત્તપમ પાથરો. તેના પર ટામેટાં, ડુંગળી, કોથમીર છાંટી બંને બાજુથી સેકી લ્યો. ત્યારબાદ ગરમાગરમ ઉત્તપમ ચટણી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ