બ્રેડ કચોરી ચાટ (Bread kachori chat recipe in Gujarati)

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31

#ફટાફટ
બ્રેડ કચોરી ફટાફટ બનતી રેસીપી છે.કચોરીમાં લોટ બાંધવો, લોટને ઢાંકીને રાખવો એમાં ટાઈમ લાગે છે. અને બ્રેડ લાવી અને એમાંથી કચોરી જલ્દી બની જાય છે.

બ્રેડ કચોરી ચાટ (Bread kachori chat recipe in Gujarati)

#ફટાફટ
બ્રેડ કચોરી ફટાફટ બનતી રેસીપી છે.કચોરીમાં લોટ બાંધવો, લોટને ઢાંકીને રાખવો એમાં ટાઈમ લાગે છે. અને બ્રેડ લાવી અને એમાંથી કચોરી જલ્દી બની જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. 12 નંગબ્રેડ
  2. 1/2 કપબાફેલા વટાણા
  3. 2 નંગબાફેલા બટેટા
  4. જરૂર મુજબતળવા માટે તેલ
  5. સ્વાદ મુજબમીઠું
  6. 1 ચમચીમરચું
  7. 1/2 ચમચી ધાણાજીરું
  8. 2 ચમચીલીલા ધાણા
  9. 1/2 ચમચી ચાટ મસાલો
  10. વઘાર માટે
  11. વઘાર માટે
  12. 2 ચમચીતેલ
  13. 1/2 ચમચી જીરૂ
  14. ચપટીહીંગ
  15. સર્વિંગ માટે:
  16. ગોળ આમલીની ચટણી, લીલી ધાણાની ચટણી અને લસણની ચટણી
  17. ગાર્નિશ માટે :
  18. ૧ નંગઝીણી સમારેલી ડુંગળી
  19. જરૂર મુજબદાડમના દાણા
  20. જરૂર મુજબતળેલા શીંગદાણા
  21. જરૂર મુજબઝીણી સેવ
  22. જરૂર મુજબલીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    કચોરી બનાવવા માટે:
    સૌપ્રથમ બધી બ્રેડને મોટા ઢાંકણ ની મદદથી ગોળાકાર કટ કરી લો.

  2. 2

    હવે મસાલો બનાવવા માટે એક મોટા બાઉલમાં બાફેલા વટાણા અને બાફેલા બટેટા માં બધું મસાલો એડ કરી બધા મસાલા એડ કરો. એક પેનમાં બે ચમચી તેલ મૂકી જીરું અને હિંગનો વઘાર કરી તેમાં રેળી બરાબર મિક્સ કરો.
    તૈયાર છે સ્ટફિંગ...

  3. 3

    એક પેનમાં કચોરી તળવા માટે તેલ ગરમ મૂકો.
    હવે કચોરી બનાવવા માટે બ્રેડને પાણીમાં ડીપ કરી હથેળીની મદદથી વધારાનું પાણી કાઢી લો.
    હવે તેમાં તૈયાર કરેલો મસાલો ભરો અને બીજી બ્રેડ એ જ રીતે પાણીમાં દીપ કરી વધારાનું પાણી કાઢી સ્ટફિંગ ઉપર મૂકો.

  4. 4

    અને હાથ વડે ધીરે ધીરે દબાવી કચોરી જેવો શેપ આપી દો. હવે તેને ગરમ તેલમાં બને સાઈડ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળી લો.

  5. 5

    આ રીતે બધી કચોરી તૈયાર કરી લો.
    હવે કચોરીને સવૅ કરવા માટે એક ડીશમાં લઈ લો. તેના ઉપર ગ્રીન ચટણી, રેડ ચટણી, ગોળ આમલીની ચટણી,દાડમ ના દાણા, ડુંગળી,તળેલા શીંગદાણા લીલા ધાણા નાખી ગાર્નિશ કરો.

  6. 6

    હવે કચોરી સવૅ કરવા માટે તૈયાર છે...
    ખાટી-મીઠી તીખી ચટપટી કચોરી કોને ના ભાવે? અને હા ક્રિસ્પી પણ બહુ સરસ બની છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31
પર

ટિપ્પણીઓ (10)

Similar Recipes