પોટેટો પનીર(potato paneer recipe in Gujarati)
#GA4
# Week1
# પોટેટો
રાંધવાની સૂચનાઓ
- 1
પોટેટો પનીર બનાવવા માટે સૌ પ્રથમ બટાકા ને ધોઈ ને કૂકર માં બાફી લ્યો,
- 2
હવે, ડુંગળી,ટામેટાં,મરચાં,આદુ, કાજુ,પનીર બધું લઈ લ્યો,
- 3
ત્યારબાદ ટામેટાં,મરચાં ને મિક્સર જારમાં નાખી તેની ગ્રેવી કરી બાઉલ માં કાઢી લ્યો, અને એ જ બાઉલ માં ડુંગળી,કાજુ ની પેસ્ટ તૈયાર કરી લ્યો,પનીર ને ખમણી લ્યો,
- 4
- 5
હવે એક પેન માં તેલ ગરમ કરો અને તેમાં જીરું,આખું લાલ મરચું અને હિંગ નાખો,
- 6
ત્યારપછી તેમાં ડુંગળી ની પેસ્ટ ઉમેરો,અને થોડીવાર સાંતળો ત્યારબાદ તેમાં બધા મસાલા નાખી દો,
- 7
મસાલા નાખી થોડી વાર હલાવો અને પછી તેમાં ટમેટાં ની ગ્રેવી ઉમેરો,બધું બરોબર મિક્સ કરો અને ઢાંકી ને ધીમા તાપ પર ૩ થી ૪ મિનિટ પાકવા દો,
- 8
પછી તેમાં અડધો ગ્લાસ પાણી ઉમેરો,અને હલાવતાં રહો,
- 9
થોડું તેલ છૂટું પડે એટલે તેમાં બટાકા ને કાપી ને નહિ પણ હાથ થી અધકચરા ક્રશ કરી તેમાં ઉમેરો,
- 10
બધું બરાબર મિક્સ કરી લો, અને પછી તેમાં ગરમ મસાલો અને કોથમીર નાખો,
- 11
અને પછી તેમાં ખમણેલું પનીર ઉમેરો,
- 12
બધું બરાબર મિક્સ કરો અને ૨ મિનિટ પાકવા દો,તેલ છૂટતું દેખાય એટલે ગેસ બંધ કરી દો,
- 13
હવે એક બાઉલમાં કાઢી લો અને પરોઠા, રોટી, નાન તમને જે યોગ્ય લાગે તેની સાથે સર્વ કરો..એકદમ ખાવાની મજા આવી જશે,જરૂર ટ્રાય કરજો,
- 14
આભાર.....
Keywords
Similar Recipes
More Recipes



























ટિપ્પણીઓ