લેયર ગાર્લિક પાવ (Layer Garlic Pav Recipe In Gujarati)

આ ગાર્લિક પાવ એટલા સોફ્ટ બંને છે કે તમે મોં માં મુકશો કે તરત ઓગળી જાય અને ટેસ્ટી બહુજ બંને છે એક વાર બનાવશો તો તમે વારે વાર બનવાનું મન થશે.
લેયર ગાર્લિક પાવ (Layer Garlic Pav Recipe In Gujarati)
આ ગાર્લિક પાવ એટલા સોફ્ટ બંને છે કે તમે મોં માં મુકશો કે તરત ઓગળી જાય અને ટેસ્ટી બહુજ બંને છે એક વાર બનાવશો તો તમે વારે વાર બનવાનું મન થશે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ નવસેકા દૂધ માં ખાંડ બે મોટી ચમચી છે એમાંથી 1tbs નાખવી અને યીસ્ટ નાખી મિક્સ કરી ઢાંકી 5 મિનિટ રેવા દો.
- 2
હવે એક વાસણ માં મેંદો લઇ એમાં મીઠું, મિલ્ક પાઉડર, અને 1tbs ખાંડ બાકી છે એ નાખવી અમે મિક્સ કરી યીસ્ટ વાળા દૂધ થી બાંધવો લોટ ઢીલો રાખવાનો જરૂર પડે તો બીજું દૂધ લેવાનું. તેલ નાખી મસળી લો અને ઢાંકી 1કલાક ગરમ જગ્યા એ મૂકી દો. ફૂલી જશે. પછી લોટ ને લઇ મેંદો નાખી મસળી લેવો એકદમ સોફ્ટ.
- 3
હવે લોટ ને મેંદો ભભરાવી વણી લો. એક વાટકી માં બટર, લસણ વાટેલું, ચીલીફ્લેક્સ લઇ મિક્સ કરી લો.
- 4
હવે વણેલા રોટલા પર લસણ વાળું બટર લગાવી કોથમીર ભભરાવી લો. અને રોલ વાળો. સાઈડો પર બરાબર સીલ કરી દો ખુલી ના જાય એરીતે.
- 5
હવે રોલ ને કટ કરી લો અને લુવા ને ઉપર થી પ્રેસ કરી લો.હવે જેમાં બેક કરવા હોય એમાં તેલ લગાવી મેંદો ભભરાવી એમાં બન મૂકી ઢાંકી 1કલાક ગરમ જગ્યા એ મૂકી દો.
- 6
1કલાક પછી બન ફૂલી જશે પછી એના પર પીંછી થી દૂધ લગાવી ઉપર લસણ જીણું સમારેલું અને કોથમીર નાખી બેક કરવા મૂકવું.ઓવન માં મુકો તો 180*પ્રી હિટ પર 20થી 25 મિનિટ બેક કરવું અને કૂકર માં મુકો તો કૂકર ને 5મિનિટ ગરમ કરી નીચે સ્ટેન્ડ મૂકી બન નું ટીન મૂકી ઢાંકણ ઢાંકી એક મિનિટ ફૂલ ગેસ રાખી પછી ગેસ ને મીડીયમ ટુ લો ગેસ પર 25 થી 30મિનિટ બેક કરવું વચ્ચે જોતા રહેવું.
- 7
બેક થાય પછી ટીન કાઢી બન પર બટર લગાવી સર્વ કરો.આ પાવ બહુજ ટેસ્ટી બંને છે ચા જોડે ખાસો તો પણ બહુ સારા લાગે છે અને એકલા પણ ખાસો તો પણ એટલાજ ટેસ્ટી લાગશે. બહાર ના પાવ તમે લાવવાનું ભૂલી જાસો એટલા સરસ બંને છે.
- 8
લેયર પાવ છે તો એના લેયર પણ છુટા પડશે. મે કૂકર માં બનાવ્યા છે એટલે ઉપર બહુ બ્રાઉન નથી થયાં ઓવન માં બનાવશો તો કલર બ્રાઉન સરસ થશે.
Keywords
Similar Recipes
More Recipes

















ટિપ્પણીઓ (6)