દાળ વડા(Dal vada recipe in Gujarati)

#trend2
#week2
પોસ્ટ - 2
આ વાનગી આમ તો ગમે ત્યારે બનાવી શકાય છે પરંતુ ગુજરાત માં અને ખાસ કરીને વરસાદ દરમ્યાન ખાસ બનાવવામાં આવે છે...રોડ પર લારી ઓ માં પણ પડાપડી થઈ જાય છે જો મોડા પડ્યા તો તળિયા ઝાટક થઈ જાય...સો કામ બાજુ પર મૂકી અમદાવાદીઓ દાળવડા ની લારીએ પહોંચી જ જાય...😀 ...આજે આપણે ઓથેન્ટિક એવા સ્ટ્રીટ ફૂડ જેવા જ દાળવડા બનાવતા શીખીશું...😋👍

રાંધવાની સૂચનાઓ
- 1
દાળ વડા બનાવવાના 5 થી 6 કલાક પહેલાં ત્રણેય દાળ ને બે ત્રણ વાર છુટ્ટા પાણીથી ધોઈ ને ડૂબે તેટલા પાણીમાં પલાળી રાખો...
- 2
પલળીને એકદમ સોફ્ટ થઈ જાય એટલે મિક્સર ના મોટા જારમાં દરદરી પીસી લો....બહુ પાણી ઉમેરવાનું નથી...જરૂર હોય તો એક બે ચમચી નાખવું....પીસેલા મિશ્રણ માં આદુ, મરચા, લસણ ની પેસ્ટ ઉમેરો...મીઠું અને હિંગ નાખીને ફીણી લો...15 મિનિટ ઢાંકીને રેસ્ટ આપો....
- 3
હવે એક કડાઈમાં તળવા માટે તેલ ગરમ કરવા મુકો...દાળ ના ખીરામાં સમારેલા લીલામરચા અને કોથમીર ઉમેરી દો....ગોળ વડા પડે એવું મિશ્રણ રાખવાનું છે જો ઢીલું લાગે તો બે ચમચી જેટલો ચણાનો લોટ અથવા બ્રેડની એક સ્લાઈસ (ટીપ) ઉમેરી શકો છો...
- 4
તેલ ગરમ થાય એટલે સ્લો થી મીડીયમ ફ્લેમ પર દાળવડા તળી લો....ક્રિસ્પી થાય તેવા તળવાના છે...બહારથી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ અને સ્પોનજી થાય એટલે બહાર કાઢી લો...આ રીતે બધા જ ખીરા માં થી દાળવડા તળી લો...
- 5
હવે આપણી trend રેસીપી દાળ વડા તળાઈ ને તૈયાર છે....ડુંગળીની સ્લાઈસ માં મીઠું અને લીંબુ નાખો....લીલા મરચા અને ડુંગળી સાથે સર્વ કરો...
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (6)