ખાંડવી (Khandavi Recipe in Gujarati)

#trend2
કૂકપેડ જોઇન કરવાથી નવી રેસીપી ટ્રાય કરવાનો વિશ્વાસ આવી ગયો છે. આજે પહેલીવાર ખાંડવી બનાવી અને સરસ બની.
ખાંડવી (Khandavi Recipe in Gujarati)
#trend2
કૂકપેડ જોઇન કરવાથી નવી રેસીપી ટ્રાય કરવાનો વિશ્વાસ આવી ગયો છે. આજે પહેલીવાર ખાંડવી બનાવી અને સરસ બની.
રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટા બાઉલમાં બેસન, હળદર, મીઠું ચાળીને નાખો. તેમાં છાશ ઉમેરી ગઠ્ઠા ના રહે તેમ હલાવો. ૫ મિનિટ સાઇડમા રાખી ફરીથી હલાવો. ખાંડવી પાથરવાની પ્લેટને તેલથી ગ્રીઝ કરો.ચટણીના બધા ઘટકો મિક્સર જારમાં લઇ એકરસ થાય તેવી પીસી લો.
- 2
હવે સ્ટવ પર પેન મૂકી ગરમ કરો ૧ ચમચો તેલ અને હીંગ નાખો. સ્ટવની આંચ એકદમ ધીમી રાખવી હવે બેસનવાળુ મિશ્રણ નાંખી સતત ૧૦ મિનિટ માટે હલાવતા રહો. બબલ્સ થવા લાગે એટલે સમજવું આપણી ખાંડવી રેડી છે. ખાંડવાને ફટાફટ પાથરી લો. બને તેટલું પાતળું પાથરવાની ટ્રાય કરવી. ૧૦ મિનિટ રાખી ઉપર ચટણી પાથરો. મનપસંદ લંબાઇના કાપા મૂકી રોલ કરો.
- 3
એક પેનમાં તેલ ગરમ કરી રાઇ અને તલનો વધાર રેડી કરી તૈયાર ખાંડવી પર ચમચીથી રેડો. સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes












ટિપ્પણીઓ (24)