દાલ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
#Trend2
દાલ ફ્રાય
રાંધવાની સૂચનાઓ
- 1
1 વાટકી તુવેર ની દાળ અને 1/2 ચણા ની દાળ ને ધોઈ ને કુકર માં મીઠું અને 1 ચમચી તેલ નાખી બાફી લો. પછી કડાઈ માં તેલ અને ઘી મિક્સ ગરમ મુકો થઇ જાય એટલે તેમાં આખું જીરું, સૂકા મરચા, લીમડો મૂકી વધારો પછી તેમાં લસણ નાખો
પછી ટામેટા અને મરચા નાખી બરોબર સાંતળો. પછી તેમાં મીઠું, હળદર, ધાણા જીરું, લાલ મરચું, ગરમ મસાલો બધું નાખો. - 2
બરોબર હલાવી દાળ નાખો. પછી થોડી વાર દાળ ને ઉકાળવા દો. હવે જ્યારે દાળ ને સર્વ કરવા ની હોય ત્યારે સર્વિગ બાઉલ માં લઇ લો. પછી ઉપર થી પાછો વધાર કરવા માટે વાધરીયા માં તેલ ઘી મિક્સ ગરમ કરો. તેમાં લસણ ને જીણું જીણું સમારી ને નાખો અને સૂકા લાલ મરચા નાખો પછી આ વધાર ને દાળ પર નાખો
ઉપર ધાણા ભાજી નાખો અને ગરમા ગરમ દાળ ફ્રાય સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13802131






ટિપ્પણીઓ (2)