રાંધવાની સૂચનાઓ
- 1
ફ્રુટ સલાડ બનાવવા માટેની રીત સૌપ્રથમ એક તપેલીમાં દૂધ ગરમ કરવા મૂકો મીડીયમ ગેસ પર ગરમ કરો.દૂધને થોડું ઘાટું થાય ત્યાં સુધી ઉકળવા દો. હવે તેમાં કસ્ટર પાઉડર પાણીમાં ઓગાળીને દૂધમાં નાખો પછી તેને બરાબર હલાવીને નીચે ઉતારી લો.
- 2
હવે પછી દૂધને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ કરો. દૂધ ઠંડુ થઈ ગયા પછી તેમાં ઝીણું સમારેલું ડ્રાયફ્રુટ, એપલ,કેળા, દાડમ ઉમેરી ને મીક્સ કરો. પછી તેને ફ્રિજમાં થોડીવાર માટે ઠંડુ થવા મૂકો.
- 3
પૂરી બનાવવા માટેની રીત સૌપ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ, તેલ,લાલ મરચું પાઉડર,ધાણાજીરુ પાઉડર, હળદર, મીઠું સ્વાદ અનુસાર,એક ચમચી મલાઈ,આખું જીરું ઉમેરીને બરાબર મિક્ષ કરી લો પછી તેમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરી ને કણક બાંધી લો પછી તેના લુઆ બનાવીને પૂરી વણી લો.
- 4
હવે પછી એક કડાઈમાં તેલ ગરમ કરી બધી પૂરી તળી લો. હવે તેને એક પ્લેટમાં ફ્રુટ સલાટ, પૂરી, શાક, દાળ ભાત,સલાડ, છાશ સાથે સર્વ કરો
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ (2)