ટોમેટો ભુર્જી(Tomato Bhurji Recipe in Gujarati)

Janvi Patel @jhanvi1504
ટોમેટો ભુર્જી(Tomato Bhurji Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટોમેટો, ડુંગળી અને કેપ્સિકમ ને ઝીણા સમારી લો. આદું, મરચાં અને લસણ ને ઝીણા ક્રશ કરી લો.
- 2
એક પેન લ્યો. તેમાં બટર મુકો. બટર પીગળે એટલે તેમાં આદું, મરચાં અને લસણ ની પેસ્ટ નાખી ૨-૩ સેકન્ડ સાંતળો. પછી તેમાં ડુંગળી નાખી બ્રાઉન કલર ની થાય ત્યાં સુધી સાંતળો. પછી તેમાં ટોમેટો ઉમેરો અને તેમાં મીઠું, મરચું અને પાઉંભાજી મસાલો ઉમેરી ૩-૪ મિનીટ માટે હલાવો.
- 3
હવે તેમાં પાણી ઉમેરી ૫-૭ મિનીટ સુધી ચડવા દો. પછી ગેસ બંધ કરી ઉતારી લો. પ્લેટ અથવા બાઉલ માં કાઢી તેના પર ચીઝ સ્પ્રેડ કરો. પરાઠા અથવા નાન સાથે સર્વ કરો. તૈયાર છે ચીઝ ટોમેટો ભુર્જી.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13963528












ટિપ્પણીઓ (6)