રીંગણ નો ઓળો - મકાઈ રોટી # GA4 #week9

શિયાળા ની સીઝન શરૂ થાય એટલે કૂણાકૂણા રીંગણાં ( ભુટ્ટા ) નો ઉપયોગ કરી ને રીંગણ નો ઓળો ખવડાવાની મજા આવે છે. હું તેની સાથે બાજરા ના રોટલા, જુવાર રોટલા, મકાઈ ના રોટલા બનાવું છું. આજે મેં મકાઈ ના રોટલા બનાવ્યા છે સાથે મૂળા, લીલી ડુંગળી, પાપડ, અથાણું હોય તો વધારે મજા આવી જાય.

રાંધવાની સૂચનાઓ
- 1
શૌક પ્રથમ રીંગણ ને ગેસ અથવા ચૂલા ઉપર શેકી લેવા. પછી છાલ કાઢી લેવી અને શેકેલા રીંગણ ને ક્રશ કરી લેવા. પછી ડુંગળી ને જીણી સમારી લેવી, લીલા મરચા, આદુ, લસણ ને વાટી લેવા.
- 2
કડાઈ માં 2 ચમચા તેલ મૂકી તેમાં જીરું નાખવું. જીરું તડતડે એટલે તેમાં લીલી ડુંગળી સાંતળી લેવી, વાટેલા આદુ, મરચા લસણ નાખવા. ત્યારબાદ ટામેટા સમારી ને સાતળવા.હવે બધા સૂકા મસાલા મરચું, હળદર, ધાણાજીરું નાખવું, હવે રીંગણ નો માવો અધકચરો ક્રશ કરેલો નાખવો ગરમ મસાલો ઉમેરવો. ચમચા ની મદદથી બરાબર હલાવી ને મસાલા સાથે રીંગણ ના માવા મેં મિક્ષ કરવા. તમારો રીંગણ નો ઓળો તૈયાર. ઉપર કોથમીર ભભરાવી સર્વ કરવી.
- 3
મકાઈ ના રોટલા ની રીત -થાળી માં મકાઈ નો લોટ લઈ તેમાં મીઠું, અજમો, જીરું, ચીલી ફ્લેક્સ, તેલ નાખી પાણી નાખી રોટલા બને તેવી કણક બાંધો. રોટલા ના લુવા પાડી રોટલા વણો. ગેસ ઉપર તવી મૂકી રોટલા ને શેકો. ગરમ ગરમ રોટલા અને રીંગણ ના ઓળો પાપડ, મૂળા, લીલી ડુંગળી, અથાણાં સાથે પીરસો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ