મિક્સ કુકીઝ (mixed cookies recipe in Gujarati)

Palak Sheth
Palak Sheth @palaksfoodtech
Ahmedabad

#કૂકબુક
#post3

દિવાળી ની વધુ એક મનભાવતી ને બહુ જ ખરીદાતી વાનગી એટલે બેકરીના કુકીઝ. જે ઘરે તમારી મરજી પ્રમાણે ઓછો કે પૂરો મેંદો વાપરીને અને ઘરના શુધ્ધ ઘી કે બટરમાંથી બનાવી શકાય છે. તો મિઠાઇની મજા સાથે તબિયત પણ થોડી સાચવી શકાય છે.

મેં આજે ૩ જાતના કુકિઝ બનાવ્યા છે. જેમાં છે મોંમાં ઓગળી જાય તેવી સોફ્ટ નાનખટાઇ, પ્યોર ૧૦૦% ઘઉંના લોટમાંથી બનાવેલા ચોકલેટ કુકીઝ અને કાજુના પાઉડર અને પિસ્તા કતરણ સાથે બનાવેલા એકદમ ખસ્તા કાજુ-પિસ્તા કુકીઝ.

મિક્સ કુકીઝ (mixed cookies recipe in Gujarati)

#કૂકબુક
#post3

દિવાળી ની વધુ એક મનભાવતી ને બહુ જ ખરીદાતી વાનગી એટલે બેકરીના કુકીઝ. જે ઘરે તમારી મરજી પ્રમાણે ઓછો કે પૂરો મેંદો વાપરીને અને ઘરના શુધ્ધ ઘી કે બટરમાંથી બનાવી શકાય છે. તો મિઠાઇની મજા સાથે તબિયત પણ થોડી સાચવી શકાય છે.

મેં આજે ૩ જાતના કુકિઝ બનાવ્યા છે. જેમાં છે મોંમાં ઓગળી જાય તેવી સોફ્ટ નાનખટાઇ, પ્યોર ૧૦૦% ઘઉંના લોટમાંથી બનાવેલા ચોકલેટ કુકીઝ અને કાજુના પાઉડર અને પિસ્તા કતરણ સાથે બનાવેલા એકદમ ખસ્તા કાજુ-પિસ્તા કુકીઝ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ કલાક
૪૦-૫૦ નંગ
  1. 👉નાનખટાઇ માટે,
  2. ૧ કપમેંદો
  3. ૧/૨ કપચણાનો લોટ
  4. ૨ ટેબલ સ્પૂનસુજી
  5. ૧ કપદળેલી ખાંડ
  6. ૧/૨ કપઘી
  7. ૧/૨ ટીસ્પૂનઇલાયચી પાઉડર
  8. ૧/૮ ટીસ્પૂન મીઠું
  9. 👉ચોકલેટ કુકીઝ માટે,
  10. ૧ કપઘઉંનો લોટ
  11. ૨ ટેબલ સ્પૂનકોકો પાઉડર
  12. ૧/૨ ટીસ્પૂનબેકિંગ પાઉડર
  13. ૧/૪ ટીસ્પૂનબેકિંગ સોડા
  14. 5 ટેબલ સ્પૂનમીઠાવાળું માખણ
  15. ૧/૨ કપદળેલી ખાંડ
  16. ૨ ટેબલ સ્પૂનદૂધ(જરુર મુજબ)
  17. ઉપરથી લગાવવા જેમ્સ અને ચોકલેટ ચિપ્સ
  18. 👉કાજુ-પિસ્તા કુકીઝ માટે,
  19. ૧૦૦ ગ્રામ મેંદો
  20. ૧/૨ ટીસ્પૂનબેકિંગ પાઉડર
  21. ૧ ટેબલ સ્પૂનકસ્ટર્ડ પાઉડર
  22. ૧/૨કપ(૫-૬ ટેબલ ચમચી) બટર
  23. ૧/૨ કપદળેલી ખાંડ
  24. ૩ ટેબલ સ્પૂનકાજુનો પાઉડર
  25. ૧/૨ કપબદામ-પિસ્તા ની કતરણ
  26. ૨ ચમચીદૂધ
  27. ૧/૨ ટીસ્પૂનવેનીલા કે કેવરાનું એસેન્સ

રાંધવાની સૂચનાઓ

૨ કલાક
  1. 1

    નાનખટાઇ માટે, મેંદો, ચણાનો લોટ, સોજી, મીઠું, દળેલી ખાંડ, ઇલાયચી પાઉડર મિક્સ કરી ચાળી લો. તેમાં ઘી ઉમેરી નરમ હાથે મસળી લોટ બાંધો. કોરું પડે તો થોડું ઘી ઉમેરવું. પાણી કે દૂધ બિલકુલ ના વાપરવું.

  2. 2

    ઓવનને ૧૭૦° પર ૧૦ મિનિટ માટે પ્રિહિટ કરવા મૂકી દો.લોટમાંથી ગોળા વાળી સહેજ દબાવી ઉપર ઇલાયચી પાઉડર અને કેસર ભભરાવી બેકિંગ ટ્રે માં ગોઠવી દો. ટ્રેને ઓવનમાં ગોઠવી ૧૫-૨૦ મિનિટ માટે બેક કરો. બધી આ રીતે બનાવી લો. નાનખટાઇ તૈયાર છે.

  3. 3

    ચોકલેટ કુકીઝ માટે, ઘઉંના લોટમાં કોકો પાઉડર, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા મિક્સ કરી ચાળી લો. એક બાઉલમાં બટર અને દળેલી ખાંડ ને મિક્સ કરી ફીણો. સફેદ થાય એટલે ચાળેલો લોટ ઉમેરી મિક્સ કરી લોટ બાંધો. કોરું પડે તો બિલકુલ થોડું થોડું દૂધ ઉમેરી લોટ બાંધી લો.

  4. 4

    લોટમાંથી પેંડા વાળી ઉપર જેમ્સ કે ચોકલેટ ચિપ્સ લગાવી પ્રિહિટેડ ઓવનમાં ૧૭૦° પર ૧૫-૨૦ મિનિટ માટે બેક કરો. ચોકલેટ કુકીઝ તૈયાર છે.

  5. 5

    કાજુ-પિસ્તા કુકીઝ માટે, મેંદામાં કસ્ટર્ડ પાઉડર અને બેકિંગ પાઉડર ને મિક્સ કરી ચાળી લો. એક બાઉલમાં બટર અને દળેલી ખાંડ ને મિક્સ કરી ફીણો. તેમાં કાજુનો પાઉડર અને વેનીલા એસેન્સ મિક્સ કરો.

  6. 6

    પછી તેમાં ચાળેલો લોટ ઉમેરી લોટ બાંધી લો. દૂધની જરુર નહીં પડે. જો કોરું પડે તો ૧/૨ ચમચી જેટલું દૂધ ઉમેરતા જઇ નરમ પરોઠા જેવો લોટ બાંધો. લોટના ૨ ભાગ કરી ૧ ભાગ લઇ લંબચોરસ વણો. સાઇડનું કાપી એકસરખી લંબચોરસ પટ્ટીઓ કાપો.

  7. 7

    કાપેલી પટ્ટીને બેકિંગ ટ્રે માં ગોઠવી ઉપર દૂધનું બ્રશિંગ કરી બદામ-પિસ્તા ની કતરણ ચોંટાડો. તેને પ્રિહિટેડ ઓવનમાં ૧૭૦° પર ૧૨-૧૫ મિનિટ માટે બેક કરો. કાજુ-પિસ્તા કુકીઝ તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Palak Sheth
Palak Sheth @palaksfoodtech
પર
Ahmedabad
મારા ઘરનું રસોડું એ મારો સૌથી પસંદગીનો ખૂણો છે. કુકીંગ કરતા જાણે સરસ એવા કોઇ પ્રવાસ પર નીકળ્યા હોઇએ તેવું અનુભવાય. જ્યારે કોઈ વાનગી પહેલી વાર બનવાની હોય ત્યારે બનાવતા પૂરા ખોવાઇ જવું, અને બન્યા પછી વિચાર્યું હોય તેવું કે તેનાથી પણ સારું રિઝલ્ટ મળે ત્યારે થતા આનંદની મજા જ અલગ છે. જો વિચાર્યું તેવું ના મળે તો બને તેટલા જલ્દીથી ફેરફાર ફરી બનાવવાની ઉત્સુકતા પણ તેટલી જ હોય...
વધુ વાંચો

Similar Recipes