ચોકલેટ કેક (chocolate cake Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બોન બોન બિસ્કિટ લો.. એમાં થી ક્રીમ કાઢી અલગ કરો..
- 2
મિક્સર જાર માં બિસ્કિટ ના ટુકડા કરી અને ખાંડ મિક્સ કરો ક્રશ કરી લો..
- 3
એક તપેલી લો એમાં ક્રશ કરેલો પાઉડર ઉમેરો.એમાં 1 ચમચી ઘી, ચોકલેટ સિરપ, બિસ્કિટ વાળું ક્રીમ અને કેડબરી ના 4
ટુકડા લઇ, 2 ચમચી દૂધ મિક્સ કરી ગેસ પર ગરમ કરી મેલ્ટ કરો ધીમા તાપે અને પછી એમાં મિક્સ કરો.. - 4
એમાં થોડું થોડું દૂધ ઉમેરતા જાવ..
- 5
એક કેક બનાવવાનું બિબું લો.. એમાં ઘી થી ગ્રીસ કરી લો.. એમાં થોડો મેંદો પાઉડર નાખી બીબા ને ઊંધો કરો એટલે વધારા નું નિકળી જશે અથવા બટર પેપર લગાવી ઘી થી ગ્રીસ કરી લો..એમાં ચોકલેટ નું બનાવેલું ખીરું એમાં ભરી દો..
- 6
કુકરમાં નીચે મીઠું /પાણી નાખી વચ્ચે કાંઠલો મૂકી એના પર થાળી મૂકી રેડી કરેલા મોલ્ડ એમાં મુકી દો.. કૂકર ની સિટી અને રીંગ કાઢી લો.. 20 મિનિટ સુધી મિડિયમ તાપે થવા દો.. 20 મિનિટ પછી ટુથ સ્ટીક નાખી ચેક કરી લો.. સ્ટિકમાં ચીપ કે તો થવા દો પાછું 10/15 મીનીટ.. ક્લીન નીકળે તો થઈ ગયું. એના પર સિલ્વર બોલ અને જેમ્સ થી સજાવટ કરો..
- 7
સામગ્રી
- 8
તો તૈયાર છે ચોકલેટ કેક.
Keywords
Similar Recipes
More Recipes

























ટિપ્પણીઓ (5)