રવા ના ઉત્તપમ(Rava uttapam recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી માં રવો લઈ તેમાં મીઠું અને પાણી નાખી મીક્સ કરો ઢોકળાં ના ખીરા જેટલું રાખવું.
- 2
ત્યાર બાદ આદુ મરચાં લસણ ની પેસ્ટ બનાવો. ડુંગળી ટામેટા નાના નાના સમારી લેવા અને બટાકા અને ગાજર નું ખમણ કરો.
- 3
ત્યાર બાદ એક લોયામાં તેલ મૂકી,તેમાં આદુ મરચાં અને લસણ ની પેસ્ટ નાખો અને ટામેટા ડુંગળી ગાજર બટાકા નાખી તેમાં મસાલો નાખો.
- 4
મસાલો નાખી સરખું મીક્સ કરી તેના પર કોથમીર છાંટી ઠાડવા મૂકો.
- 5
હવે એક પેન માં રવાનું બેટર નાખી જાડું પુડલું બનાવો. તેના પર બધા વેજીટેબલ નું સ્ટફિંગ નાખી પુડલું સેકો. એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ત્યાં સુધી શેકો.સ્ટફિંગ સાઈડ પણ એ જ રીતે શેકવું.
- 6
બંને સાઈડ શેકાઈ જાય પછી તેના પર ચીઝ ખમણી સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14095908





















ટિપ્પણીઓ (2)