અમૃતસરી પિંડી છોલે ભટુરે(Amritsari pindi chhole bhature recipe in Gujarati)

#MW2
#Punjabichole
#પંજાબીછોલે
#punjabi
#chole
#bhature
#cookpadindia
#cookpadgujarati
છોલે ભટુરે ઉત્તરી ભારતમાંથી ઉદ્દભવી છે. જો કે, પાકિસ્તાનમાં, રાવલપિંડી ના છોલે, પિંડી છોલે તરીકે ખૂબ જાણીતા છે. આખા ભારત માં પંજાબી છોલે ભટુરે ખૂબ પ્રખ્યાત છે. મેં અહીં પંજાબી છોલે અને પિંડી છોલે બંને નું કોમ્બિનેશન એટલે કે અમૃતસરી પિંડી છોલે પ્રસ્તુત કર્યા છે. સાથે છે એકદમ નરમ મુલાયમ ભટુરા। છોલે નો મસાલો પણ ઘરે જ બનાવ્યો છે જે બજાર ના મસાલા કરતા પણ વધારે સ્વાદ આપનારો છે. બ્રેકફાસ્ટ, લંચ કે ડિનર ગમે ત્યારે ખાઓ, રેસ્ટોરન્ટ કરતા પણ સ્વાદિષ્ટ છોલે અને ભટુરે ખાવાની ખૂબ મજા પડશે ।

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ છોલે ચણા ને 6-7 કલાક ગરમ પાણી માં પલાળી દો. હવે એક રૂમાલ માં સૂકી ચા, તેજ પત્તુ, લવંગ, તજ, ઇલાયચી લઇ પોટલી બનાવો। હવે કુકર માં છોલે નાખી ને પોટલી મૂકી ને જરૂર મુજબ પાણી ઉમેરો અને મીઠું નાખી મીડીયમ ફ્લેમ પર 5-6 સીટી વગાડી છોલે બાફી લો. બાફેલા છોલે ને ચારણી માં કાઢી લો અને ઠંડા થવા દો. ગાળેલાં ચા ના પાણી ને ફેંકવું નહિ. આજ પાણી નો ગ્રેવી બનાવવા માં વપરાશ થશે.
- 2
ડ્રાય છોલે મસાલો બનાવવા માટે ઉપર જણાવેલ ડ્રાય મસાલા ના બધા ઘટકો એક મીક્ષી જાર માં લઇ વાટી લો. છોલે મસાલો તૈયાર છે.
- 3
અમૃતસરી પિંડી છોલે બનાવવા એક પેન માં તેલ અને 2 ટેબલ ચમચી ઘી ગરમ કરો. ઘી ગરમ થઇ જાય એટલે તેમાં ચપટી હિંગ અને તેજ પત્તુ નાખી કાંદા ની પેસ્ટ ઉમેરો। કાંદો હલકો ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો। હવે તેમાં આદુ, લસણ અને લીલા મરચા ની પેસ્ટ ઉમેરી 2-3 મિનિટ સાંતળો। ત્યારબાદ તેમાં ટામેટા ની પ્યુરી અને મીઠું ઉમેરી 5 મિનિટ સાંતળો। ઢાંકણું ઢાંકી ને ફરી 5 મિનિટ કુક થવા દો.
- 4
હવે આ પ્યુરી માં ઉપર તૈયાર કરેલો ડ્રાય છોલે મસાલો 3 ટેબલ ચમચી ઉમેરો અને મિક્સ કરો. ફરી ઢાંકણું ઢાંકી તેને 2-3 મિનિટ કુક થવા દો જેથી તેલ છૂટું પડશે। હવે તેમાં બાફેલા છોલે ઉમેરો અને છોલે બાફતી વખતે વધેલું ચા નું પાણી ઉમેરો અને મિક્સ કરી 4-5 મિનિટ ઉકાળી ગેસ બંધ કરી દો. (નોંધઃ ગ્રેવી ની કૅન્સીસ્ટન્સી પ્રમાણે વધુ પાણી ઉમેરી શકો છો.)
- 5
હવે એક વાઘરીયા માં 2 ટેબલ ચમચી ઘી ગરમ કરી તેમાં જિન્જર જુલિયેન અને ઉભા લીલાં મરચા નો વઘાર કરી તેમાં લાલ મરચું પાઉડર અને ગરમ મસાલો ઉમેરો। આ વઘાર છોલે ઉપર રેડી દો અને કોથમીર થી ગાર્નિશ કરો. અમૃતસરી પિંડી છોલે તૈયાર છે.
- 6
➡️ ભટુરે બનાવવા માટે એક કઠોક માં મેંદો, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા, મીઠું, દળેલી ખાંડ અને ઘી ઉમેરી મિક્સ કરો. હવે તેમાં દહીં ઉમેરી ફરી મિક્સ કરો. હવે જરૂર મુજબ પાણી નાખી પોચો લોટ બાંધો. હવે એક ચમચી તેલ લોટ ની ઉપર ચોપડી ને ઉપર રૂમાલ ઢાંકી 1 કલાક માટે રેસ્ટ આપો.
- 7
હવે લોટ ને ફરી મસળી ને તેના લુવા કરી ને ભટુરે વણી લો. તેને મીડીયમ ફ્લેમ પર ગરમ તેલ માં તળી લો. ભટુરે તૈયાર છે.
- 8
સ્વાદિષ્ટ અમૃતસરી પિંડી છોલે ભટુરે તૈયાર છે. ઈચ્છા મુજબ ગાર્નિશ અને પ્લેટિંગ કરો. લસ્સી, સલાડ, પાપડ, વગેરે સાથે સર્વ કરો. છોલે માં લીંબુ નીચવી ને ખાવા થી ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (36)