સ્વીટ આમળાં સ્લાઈસ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં આમળાં ને ધોઈને સાફ કરીને તેને બાફવા મૂકો. તેની સ્લાઈસ છુટી પડે એટલે સમજી લેવું કે બરાબર બફાઇ ગયા છે.
- 2
ત્યારબાદ તેમાંથી બધું પાણી ગાળીને નિતારી લો અને ઠંડુ થવા દો. ત્યારબાદ તેની સ્લાઈસ છુટી પાડી લો. ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરો અને બરાબર મિક્સ કરી દો.
- 3
ત્યારબાદ તેને ઢાંકીને 2 - 3 દિવસ એમને એમ રહેવા દો. (ક્યારેક ક્યારેક હલાવતાં રહેવું) 2-3 દિવસ પછી બધી ખાંડ ઓગળી જશે અને ખાંડ નું પાણી થઈ જશે ત્યારબાદ તે ખાંડ વાળું બધું પાણી ગાળી લો અને થોડી વાર નિતરવા દો.
- 4
નિતરી જાય એટલે તેને છૂટી છૂટી સુકાવા રાખી દો સુકાઈ ગયાં બાદ થોડો ખાંડ નો પાઉડર છાંટી દો જેથી બધી છુટ્ટી રહેશે.
- 5
તો તૈયાર છે આપણી સ્વીટ આમળાં સ્લાઈસ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14181373














ટિપ્પણીઓ (4)