ખમણ (khaman recipe in gujarati)

Nidhi Desai
Nidhi Desai @nidhidesai_29

ખમણ ગુજરાતી ભોજન ની શાન છે. ખમણ નાના થી લઈને મોટા બધા ને ભાવતા હોય છે. Mostly બધા બહાર થી લાવતા હોય છે પણ ઘરે પણ ઓછા સમય માં ખૂબ સરસ ખમણ બનાવી શકાય છે. હું સમય ઓછો હોય ત્યારે આજે બનાવ્યા આવી રીતે માઇક્રો વેવ માં ખમણ બનાવું છું.
#GA4 #Week12 #besan

ખમણ (khaman recipe in gujarati)

ખમણ ગુજરાતી ભોજન ની શાન છે. ખમણ નાના થી લઈને મોટા બધા ને ભાવતા હોય છે. Mostly બધા બહાર થી લાવતા હોય છે પણ ઘરે પણ ઓછા સમય માં ખૂબ સરસ ખમણ બનાવી શકાય છે. હું સમય ઓછો હોય ત્યારે આજે બનાવ્યા આવી રીતે માઇક્રો વેવ માં ખમણ બનાવું છું.
#GA4 #Week12 #besan

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1.5 કપચણા નો લોટ
  2. 1.25 કપનવશેકું પાણી
  3. 1 ટી સ્પૂનલીંબુ ના ફૂલ
  4. 2 ટેબલસ્પૂનખાંડ
  5. 1 ટી સ્પૂનલીલા મરચાં ઝીણા સમારેલા
  6. ચપટીહળદર
  7. 1 ટેબલ સ્પૂનતેલ
  8. મીઠું સ્વાદ મુજબ
  9. 1 ટી સ્પૂનઈનો
  10. 1 ટેબલ સ્પૂનગરમ પાણી
  11. વઘાર કરવા માટે
  12. 1 ટેબલ સ્પૂનતેલ
  13. 1/2 ટી સ્પૂનરાઈ
  14. 7-8લીમડા ના પાન
  15. 2લીલા મરચાં મોટા ટુકડા કરેલા
  16. 1 ટેબલ સ્પૂનખાંડ
  17. 1/4-1/2 કપપાણી
  18. ગાર્નિશીંગ માટે
  19. કોથમીર ઝીણી સમારેલી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચણા ના લોટ માં લીંબુ ના ફૂલ અને ખાંડ ઉમેરી નવશેકું ગરમ પાણી ઉમેરી ખીરું તૈયાર કરી લો. આ ખીરા ને 15 થી 20 મિનિટ રહેવા દો. ત્યારબાદ તેમાં હળદર, મીઠું, લીલા મરચાં અને તેલ ઉમેરી સરખું મિક્સ કરી લો.

  2. 2

    હવે જેમાં બનાવાના છે તે વાસણ તેલ થી ગ્રીઝ કરી લો. ખીરા માં ઈનો નાખો અને ઉપર ગરમ પાણી નાખી 1 દિશા માં ફટાફટ સરખું હલાવી લો. ખીરું એકદમ હલકું થઈ જશે. ગ્રીઝ કરેલા વાસણ માં કાઢી માઇક્રો વેવ માં 4 મિનિટ માટે કૂક કરી લો.

  3. 3

    ખમણ કૂક થાય ત્યાં સુધી આપણે વઘાર રેડી કરી લઈશું. 1 વાસણ માં તેલ ગરમ મૂકો. ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો. રાઈ ફૂટે એટલે તેમાં લીમડા ના પાન અને લીલા મરચાં ઉમેરો. ખાંડ ઉમેરો અને ગેસ બંધ કરી પાણી ઉમેરો. ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવી લો. 4 મિનિટ બાદ ટૂથપિક નાખી ખમણ ચેક કરી લો. 5 મિનિટ ઠંડા થાય એટલે ટૂથપિક થી બધે કાણાં પાડી લો અને વઘાર રેડી દો.

  4. 4

    ઉપર કોથમીર ભભરાવી ગાર્નિશ કરો. ખમણ ની ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nidhi Desai
Nidhi Desai @nidhidesai_29
પર

Similar Recipes