ભરેલા મરચાના ભજીયા(stuffed marcha bhajiya recipe in Gujarati)

#GA4 #Week13
આ વાનગી વિશે એમ કહેવાય છે કે એ મૂળ રાજસ્થાન થી આવી છે.
અને મારવાડી લોકો દ્વારા બનાવેલ મરચાના ભજીયા ખૂબજ સરસ લાગે છે.
આ ભરેલા મરચાના ભજીયા માટે જોધપુર ખૂબજ પ્રખ્યાત છે.
માટે તેને જોધપુરી મરચા વડા તરીકે પણ ઓળખાય છે.
ભરેલા મરચાના ભજીયા જ્યારે આબોહવા ઠંડી હોય એટલે કે...
એ શિયાળો અને ચોમાસા ની ઋતુ માં ખાવાની ખુબજ મજા આવે છે.
મરચા ઘણા બધા પ્રકારના જોવા મળે છે.
જેમાં મોટી સાઈઝ ના મોરા મરચા...
ભરેલા મરચાના ભજીયા બનાવવા માટે બેસ્ટ છે.
આ ઉપરાંત જો મોટા મરચા ના મળે તો,
ભાવનગરી મરચા અથવા કોઈ પણ મોરા અથવા મીડીયમ તીખા મરચાનો ઉપયોગ કરી ભરેલા મરચાના ભજીયા બનાવી શકાય છે.

રાંધવાની સૂચનાઓ
- 1
ભરેલા મરચાના ભજીયા બનાવવા માટે સૌ પ્રથમ 10 થી 12 નંગ મોરા મોટી સાઈઝ ના મરચાને બરોબર દ્યોયને લૂછી ને તેને ચપ્પુની મદદ વડે ફાડીને તેમાંથી બીજ દૂર કરી રેડી કરવા.
- 2
ત્યાર બાદ મરચામાં ભરવા માટે સ્ટફીંગ બનાવવા બે મોટી સાઈઝ ના બટેકા બાફીને તેને જીણા ટુકડા કરી એક બાઉલ માં લઈ લેવા.
હવે તેમાં
1 ટી ચમચી વરિયાળી લાઈટ રોસ્ટ કરી ગગરું પીસેલી,
2 ટી ચમચી આખા ધાણા ને લાઈટ રોસ્ટ કરી ગગરું પીસેલ,
1 ટી ચમચી આમચૂર પાઉડર,
1/2 ટી ચમચી જીરું પાઉડર,
ચપટી આખું જીરું,
1 ટી ચમચી કાશ્મીરી મરચું પાઉડર,
1 ટેબલ ચમચી લીલા ધાણા બારીક સમારેલા,
ચપટી હીંગ,
મીઠું સ્વાદ પ્રમાણે નાખીને બરોબર મીક્ષ કરી લેવું. - 3
હવે બનાવેલ બટાકાના સ્ટફીંગ ને ફાડેલા મરચામાં બરોબર રીતે ભરીને મરચાને રેડી કરી લેવા.
- 4
હવે મરચાના ભજીયા બનાવા માટે બેટર તૈયાર કરવા માટે
1 કપ બેસન એક બાઉલ માં લઈ
તેમાં 1/2 ટી ચમચી હળદર,
1/2 ટી ચમચી લાલ મરચું પાઉડર,
મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરી બરોબર મીક્ષ કરવું.
હવે તેમાં યોગ્ય પ્રમાણ માં પાણી ઉમેરતા જઈ
મરચાના ભજીયા બનાવા યોગ્ય ઘટ્ટ બેટર તૈયાર કરી લેવું. - 5
હવે એક વાસણ માં મરચાના ભજીયા તળવા માટે...
યોગ્ય માત્રામાં તેલ લઈ તળવા યોગ્ય બને ત્યાં સુધી ગરમ થવા દો
ત્યારબાદ સ્ટફીંગ ભરીને રેડી કરેલા મરચાને બેસન માં રગદોળી ને
એક પછી એક તેલમાં તળી લેવા. - 6
તો તૈયાર છે ગરમા ગરમ...
ખૂબજ સ્વાદિષ્ટ ભરેલા મરચાના ભજીયા.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (18)