તુવેર ની કચોરી(Kachori Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તુવેરના દાણાને ચોપર ની અંદર અથવા તો મિક્સર ગ્રાઈન્ડર માં પીસી લઈશું
- 2
થોડું આખું રહે એ રીતે crush કરવો જેના કારણે આપણે સાંજાના લાડુ બનાવિયે તો એ છૂટા પડી ના જાય
- 3
હવે સૌ પ્રથમ આપણે કચોરીના પડ માટેનો લોટ તૈયાર કરીશું
- 4
તેના માટે આપણે એક મોટા બાઉલમાં ઘઉંનો લોટ અને મેંદો મિક્સ ચારી ને લઈશું
- 5
હવે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી શું અને તેલનું માણ ઉમેરીશું
- 6
હવે બધું સરખું મિક્ષ કરી લેશો અને જરૂર મુજબ પાણી ઉમેરીને લોટ બાંધી લઈશું લોટ પૂરી જેવો લોટ બાંધવો
- 7
હવે એ લોટને ૨૦ મિનિટ સુધી ઢાંકીને મુકી દો અને લોટ જ્યાં સુધી સેટ થાય ત્યાં સુધીમાં આપણે અંદરનો સાંજો તૈયાર કરી લઈએ
- 8
હવે ગેસ ઉપર એક નોનસ્ટીક અથવા મોટી સાઈઝનો લોયુ મુકો હવે ગેસને મીડીયમ ફ્રેમ ઉપર ચાલુ કરી દો
- 9
હવે એની અંદર તેલ ઉમેરો અને ગરમ થવા દો તેલ ગરમ થાય એટલે એની અંદર રાઈ ઉમેરી દો
- 10
રાઈ તતડી જાય એટલે એની અંદર ક્રશ કરેલી તુવેર ઉમેરી દો અને તલ પણ ઉમેરી દો અને બરાબર હલાવો
- 11
હવે એને ઢાંકણ બંધ કરીને ચેડવા માટે મૂકી દો
- 12
જ્યાં સુધી મિશ્રણ ચડે નહિ, ત્યાં સુધી એક વસ્તુનો ધ્યાન રાખજો કે નીચે ચોંટી ના જાય, એને સાચવવા માટે આપણે દર ત્રણ મિનિટે એને બરાબર હલાવતા રહેવું
- 13
એ ચડી જાય એટલે એની અંદર સુકિ લાલ દ્રાક્ષ, ખાંડ, લીલું લસણ, ધાણા, સ્વાદ પ્રમાણે મીઠું, લીલું મરચું અને લીંબૂનો રસ ઉમેરી દો, હવે બધું સરખું મિક્ષ કરી દો અને બે મિનીટ પછી ગેસ બંધ કરી દો
- 14
હવે મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુધી એને સાઇડે રહેવા દો
અને જે આપણે લોટ બાંધ્યો હતો પડ માટે એ લોટ પાસે જઈએ - 15
હવે લોટને સરખો પાછો તેલવાળો હાથ કરી ને મિક્સ કરી લો
અને એમાંથી નાની પાટડી પૂરી વણી લો - 16
હવે તુવેર વાળું મિશ્રણ ઠંડું થઈ ગયું હશે એટલે એમાંથી પણ પૂરી ની અંદર આવે એટલા નાના ગોળ લાડવા કરો
- 17
હવે તુવેરના મિશ્રણ વાળા લાડવા ને પૂરી ની અંદર મૂકી દો અને પાછી એ પુરીનો ગુલુ બનાવી દો.
- 18
આપણી કાચી કચોરી તૈયાર હવે એને તરવા માટેની તૈયારી કરીએ
- 19
એક લોયા ની અંદર તેલ ઉમેરી દો હવે તેલ ગરમ થાય એટલે એની અંદર વાળેલા ગુલ્લા મૂકી દો
- 20
હવે એને બ્રાઉન કલર થવા દો અને પછી બહાર કાઢી લો એટલે આપણી કચોરી તૈયાર
- 21
હવે ગરમ ગરમ કચોરી ધાણા લસણ ની ચટણી સાથે અથવા તો ટોમેટો કેચપ સાથે સાવ કરો અને મઝા માણો
Keywords
Similar Recipes
More Recipes












ટિપ્પણીઓ (2)