રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાલક ના પાન ને ધોઇ ને નીચેની ડાંડી ને કાપવી ને પાન ને કોરા કરી દેવા
- 2
પાન સૂકાઇ જાય પછી પાન ની પાછળ ની નસો કાઢી લેવી
- 3
હવે ખીરું બનાવવા માટે ચણા નો લોટ, મીંઠુ, મરચું, હળદર,ઘાણાજીરું પાઉડર, ગરમ મસાલો, અજમો, જીરું, લીંબુ નો રસ, ગોળ,આદું લસણ મરચાં કચરેલાં,બેકીંગ સોડા અને માપસર પાણી ઉમેરી ઘાટું ખીરું બનાવવું
- 4
પછી પાન ને એક એક લઇને ખીરું બરાબર લગાવી દેવું
- 5
પછી પાન નાં બીડા ને બાફવા માટે સ્ટીમર અથવા એક મોટું તપેલું કે કઠાઇ લઇતેમાં પા વાસણ ભરાય એટલું પાણી ભરી તેમાં કાંઠો મૂકી ને ઉપર કાંણાવાળું છીબું તેલ લગાવી ને મૂકવું જેથી બીડાં છીબા માં ચોંટી ના જાય
- 6
ફાસ્ટ ગેસ પર સ્ટીમર ને ઢાંકી દેવું, ૨૫ થી ૩૦ મિનિટ બાદ છરી કે ટૂથ પીક થી ચકાસી લેવું કે બીડા બફાઇ ગયા છે કે નહી છરી માં ના ચોંટે તો સમજી લેવું કે બફાઇ ગયા છે અને ચોંટે તો ફરીથી ૫ થી૧૦ મિનિટ ફરીથી મૂંકવા
- 7
હવે બીડા ને બહાર કાઠી ઠંડા થાય પછી તેને થોડા ત્રાંસા કટ કરવા જેથી મોટા બટકા લાગે હવે તેને વઘારવા માટે કઠાઇ કે નોનસટીક વાસણ લઈ ને તેમાં ૩ ચમચી તેલ, જીરું, રાઇ, તલ, લીમડાં ના પાન નાંખવા.પછી રાઇ ને જીરું તતડી જાય પછી તેમાં કટ કરેલા પાત્રા ના બટકા ને નાંખી હલકા હાથે હલાવવા અને છેલ્લા ૧ ચમચી જેટલો લીંબુ નો રસ નાંખવો.૩ મિનિટ પછી ગેસ બંધ કરી દેવો અને ગરમાગરમ પાત્રા લીલી ચટણી અથવા ટોમેટો સોસ સાથે પીરસવા.
Similar Recipes
More Recipes
















ટિપ્પણીઓ (9)