કોબી નો સંભારો(Cabbage Sambharo Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સંભારો બનાવવા માટે સૌ પ્રથમ કોબી, ગાજર ને સમારી લ્યો,એક લીલું મરચું લો,
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો, તેમાં ચુટકી રાઈ નાંખો,
- 3
રાઈ ગરમ થઇ જાય એટલે તેમાં એક લીલાં મરચાં નાં બે ટુકડાં કરી તેમાં નાંખો,
- 4
સહેજ વાર સાંતળી લ્યો અને તેમાં ગાજર નાખો અને તેને હલાવો,
- 5
ત્યારપછી તેમાં સમારેલી કોબી નાંખો,
- 6
તેમાં હળદર અને મીઠું નાખો અને તેને બરોબર હલાવો,તો તૈયાર છે કોબી ગાજર નો સંભારો...તેને એક કાચ ના બાઉલ માં કાઢી લો અને સર્વ કરો..
- 7
દાળ,ભાત, શાક,રોટલી સાથે આ સંભારો સર્વ કરો,ખૂબ મજા આવશે જમવાની... ગુજરાતી લોકો માટે આ સ્પેશિયલ ડિશ છે.. આભાર.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14265034











ટિપ્પણીઓ