સરસો દા સાગ (Sarso da saag recipe in gujarati)

#MW4
શિયાળાની ઠંડીમાં શરીરને ગરમાવો તથા એનર્જી આપતી સરસવની ભાજી નું શાક, જે પંજાબમાં સરસો દા સાગ તરીકે ઓળખાય છે. શિયાળામાં ગરમા ગરમ મકાઈની રોટી અને જોડે સરસો દા સાગ અને લસ્સી મળી જાય તો ઠંડી ઉડી જાય.
સરસો દા સાગ (Sarso da saag recipe in gujarati)
#MW4
શિયાળાની ઠંડીમાં શરીરને ગરમાવો તથા એનર્જી આપતી સરસવની ભાજી નું શાક, જે પંજાબમાં સરસો દા સાગ તરીકે ઓળખાય છે. શિયાળામાં ગરમા ગરમ મકાઈની રોટી અને જોડે સરસો દા સાગ અને લસ્સી મળી જાય તો ઠંડી ઉડી જાય.
રાંધવાની સૂચનાઓ
- 1
સરસોની ભાજી અને બથુઆની ભાજીને બે થી ત્રણ વાર પાણીમાં ચોખ્ખી ધોઈ લેવી. ત્યારબાદ તેને ઝીણી સમારવી. પાલકની ભાજી ની પ્યુરી બનાવી લેવી.
- 2
સરસોની ભાજી અને બથુઆની ભાજીને પા કપ પાણી અને એક ચમચી મીઠું નાખીને કૂકરમાં બાફવા મૂકવી. કૂકરમાં એક જ સીટી કરવી. એક પેનમાં અેક ચમચી સરસિયાનું તેલ લઈને તેમાં બે ચમચી મકાઈનો લોટ લેવો અને તેને શેકી લેવો. કુકર ઠરે એટલે તેમાંથી ભાજી કાઢીને તેને મકાઈના લોટ વાળા પેનમાં લઈ લેવી અને મેશરની મદદથી આ ભાજીને મેશ કરવી. તેમાં પાલકની પ્યુરી ઉમેરીને તેને ફરીથી મેશ કરવી.
- 3
બીજા એક પેનમાં સરસોનું તેલ અને થોડું ઘી લઈને તેને ગરમ કરવું. તેમાં જીરું અને હિંગનો વઘાર કરવો. તેમાં ઝીણો સમારેલો કાંદો તથા આદુ-મરચા-લસણની પેસ્ટ નાખવી. તે સંતળાઈ જાય એટલે તેમાં ટામેટાની પેસ્ટ નાખવી તે પણ સંતળાઈ જાય અને તેલ છૂટું પડે એટલે તેમાં કિચન કિંગ મસાલો, હળદર, મીઠું અને મેશ કરેલી ભાજી ઉમેરવી.
- 4
હવે આ ભાજીને મિક્સ કરીને ઢાંકણ ઢાંકીને પાંચથી દસ મિનિટ માટે ધીમા તાપે ગેસ પર ચડવા દેવી. તૈયાર છે સરસો દા સાગ. તેને ઉપર થી લાલ મરચા, લીલા મરચા તથા હીંગ નો વઘાર કરવો. સરસો દા સાગ ને મકાઈની રોટી, લસ્સી તથા કાંદા સાથે સર્વ કરો.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes














ટિપ્પણીઓ (11)