ડેટ્સ એન્ડ વોલનટ કપકેક(Dates Walnut cupcake recipe in gujarati)

ડેટ્સ એન્ડ વોલનટ કપકેક(Dates Walnut cupcake recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં ખજૂર લઈ તેના ઠળિયા નિકાળીને તેને સહેજ હૂંફાળા દૂધમાં અડધો કલાક માટે પલાળીને રાખો. હવે ખજૂર ને હાથથી મસળી ને દૂધમાં એકદમ મિક્સ કરી લો.
- 2
ઘઉંના લોટ મા બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા નાખીને મિક્સ કરી ને સાઈડ પર રાખો.
- 3
હવે ખજૂર વાળા મિશ્રણમાં સનફ્લાવર ઓઈલ અને વેનિલા એસેન્સ નાખીને તેને મિક્સ કરો. અને ત્યાં સુધી મિક્સ કે તેલ એકદમ મિક્સ થઈ જાય.
- 4
હવે આ લિક્વિડ મિશ્રણમાં ઘઉંના લોટ વાળુ મિશ્રણ ઉમેરીને ગાંઠા ન રહે તે રીતે હલકા હાથે મિક્સ કરો. તેમાં સૂકી દ્રાક્ષ અને અખરોટ નાખી ને હલકા હાથે મિક્સ કરો. ખાસ નોંધ: જો ખજૂરના લીધે બેટર નો કલર એકદમ આછો લાગે તો અને માત્ર તો જ તેમાં એક ચમચી કોકો પાઉડર ઉમેરવો. મને મારૂ બેટર લાઈટ લાગતું હતું તેથી મેં તેમાં એક ચમચી કોકો પાઉડર ઉમેર્યો છે. જે ટોટલી optional છે.
- 5
હવે ઓટીજી ને 170 ડિગ્રી પર 10 મિનીટ માટે preheat કરો અને ત્યાં સુધી એલ્યુમિનિયમના મોલ્ડને ગ્રીસ કરીને તેમાં તળિયે બટર પેપર લગાવીને એ મોલ્ડમાં થોડુ બેટર રેડો. તેમાં ઉપરથી થોડી સમારેલી અખરોટ અને સમારેલી ખજૂરના કટકા નાખો. અને બીજું વધેલું બેટરને કપ કેક ના મોલ્ડમાં રેડો. અને તેને preheated oven માં 35 થી 40 મિનીટ માટે બેક કરવા મુકો. Cupcake નાની સાઈઝના હોવાથી તે 20 થી 22 મિનિટમાં જ બેક થઈ જશે.
- 6
હવે કપકેક ઠરે ત્યાં સુધી whipped cream ને બીટ કરવું. આ ક્રીમના એકસરખા ત્રણ ભાગ કરીને એક માં લાલ કલર અને એક માં લીલો કલર ઉમેરીને મિક્સ કરીને તેને પાઈપિંગ બેગ માં ભરવુ.
- 7
હવે કપ કેકની ઉપર મેં અલગ અલગ પ્રકારનું ક્રિસમસ થીમ ને રિલેટેડ ડેકોરેશન કર્યુ છે તેમાં મેં ક્રિસમસ ટ્રી, ડોર રેથ (ફ્લાવર રીંગ), સાંતાની કેપ બનાવી છે.
Keywords
Similar Recipes
More Recipes


















ટિપ્પણીઓ (21)