દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
અડદ અને રાજભા ને ભેગા કરી ચોખ્ખા પાણી થી ધોઈ અને આઠ કલાક માટે પલાળી દેવા.પલડી અને સોફ્ટ થઈ જાય પછી તેને કુકરમાં નાખી અને થોડું મીઠું નાખી ચારથી પાંચ સીટી વગાડી બાફી લેવા.
- 2
ટામેટા અને ડુંગળીને ઝીણી ક્રશ કરી લેવા લસણને ખાંડી લેવું. એક પેનમાં તેલ અને ઘી બંને મૂકી જીરું નો વઘાર કરી તેમાં ડુંગળી સાંતળવી. ડુંગળી બ્રાઉન કલરની સંતળાઈ જાય પછી તેમાં ટામેટા ઉમેરો. તેને ખૂબ જ સારી રીતે ચડવા દેવું. તેમાં ખાંડેલુ લસણ ઉમેરો.
- 3
આ ગ્રવીને ખૂબ જ સારી રીતે ચડવા દેવી. ગ્રેવી માથી તેલ બધું બહાર આવી જાય પછી તેમાં હળદર,મરચું,ગરમ મસાલો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો. મસાલા ની સારી રીતે ઉમેરી અને ચડવા દેવા.
- 4
મસાલા ચડી જાય પછી તેમાં એક ચમચો મલાઈ અથવા તો ક્રીમ ઉમેરો. તેને હલાવી અને ચડવા દેવું.
- 5
ગ્રેવી સારી રીતે ઉકળી જાય એટલે તેમાં બાફેલા અડદ ઉમેરવા. તેમાં કોથમીર નાંખવી. થોડીવાર ઉકળવા દેવું. લો તૈયાર છે ટેસ્ટી ચટાકેદાર દાલ મખની.
- 6
Keywords
Similar Recipes
More Recipes

















ટિપ્પણીઓ