ચીયા મેશપ (Chia Meshup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં સાબુદાણા અને ચીયા ને 1 કલાક પહેલા પલાળી દો.
- 2
ત્યાર બાદ દૂધ ને ઉકાળવા મૂકો અને તેમાં મોરૈયો નાંખો અને તે પચાસ ટકા પાકી જાય એટલે તેમાં પલાળીને રાખેલા સાબુદાણા નાંખો અને ઉકાળો.
- 3
સાબુદાણા પાણી કલરના થઈ જાય એટલે તેમાં ગુલકંદ અને ખાંડ નાખી બરાબર મિક્સ કરો.
- 4
ત્યાર બાદ તેમાં પલાળી ને રાખેલા ચીયા નાંખો અને મિક્સ કરી લો. ત્યારબાદ તેને 2 મિનિટ ઉકાળવા દો ઊકળી જાય એટલે તેને ઠંડુ થવા દો.
- 5
ઠંડુ થઈ ગયા પછી તેણે સર્વ કરો. એક ગ્લાસ માં સૌથી પહેલાં કાજુ બદામ ની કતરણ અને ત્યારબાદ પલાળી રાખેલા ચીયા નાખી ઉપરથી મેશપ રેડો. અને ઉપર ગાર્નીશ માટે કાજુ બદામ ની કતરણ નાખો.
- 6
ખાવા માટે તૈયાર છે આપણું ટેસ્ટી એવુ ચીયા મેશપ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14391931
















ટિપ્પણીઓ