મેથી મટર મસાલા (Methi Mutter Masala Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ડુંગળી ટામેટા લીલા મરચા બધું જ સુધારી લેવું. વટાણા ને પાંચથી દસ મિનિટ બાફી લેવા.એક કડાઈમાં તેલ અને ઘી બંને ગરમ મુકવા ગરમ થાય એટલે તેમાં અડધા કાજુ તળી લેવા કાજુ તળાઈ જાય પછી તેમાં મેથી તળી લેવી મેથી કાજુ બહાર કાઢી તેમાં લીલા મરચા ખડા મસાલા નાખી તેમાં ડુંગળી નાખી વઘાર કરવો ડુંગળીને બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળવી પછી તેમા ટામેટું નાખો
- 2
તે બધા મસાલા સાથે સારી રીતે સતળાઈ જાય તે રીતે ચડાવવા દેવા.
- 3
ડુંગળી અને ટામેટાં ચઢી જાય એટલે તેમાં કાજુ ખસખસ અને મગજતરી ના બી તલ ઉમેરવા
- 4
ઠંડુ થાય પછી તેની ગ્રેવી કરી નાખવી અને એક પેનમાં તેલ મૂકી લીલા મરચા નાખી અને આ ગ્રેવી અને આ ગ્રેવી વધારવી. તેને ઢાંકી અને ચડવા દેવી જેથી બધું તેલ બહાર આવી જાય.
- 5
ગ્રેવી ચડી જાય એટલે તેમાં તળેલા કાજુ તળેલી મેથી અને બાફેલા વટાણા ઉમેરો. જો પનીર નાખવું હોય તો ખમણેલું પનીર પણ નાખી શકાય.
- 6
બધું હલાવી લઈ તેને થોડી વાર ચઢવા દેવું પછી તેમાં એક ચમચો મલાઈ નાંખવી અને થોડી વાર ચઢવા દેવું. લાસ્ટ માં તેમાં 1/2ચમચી ખાંડ ઉમેરવી.
- 7
શાકમાંથી તેલ છૂટું પડી જાય એટલે આપણું શાક તૈયાર છે
Keywords
Similar Recipes
More Recipes
- મેથી મટર મલાઈ પનીર (Methi Matar Malai Paneer Recipe In Gujarati)
- તંદુરી આલુ ટિક્કા (Tandoori Aloo Tikka Recipe In Gujarati)
- મેથી ભાજી ના તળેલા મૂઠિયાં(Fried Fenugreek Dumplings Recipe In Gujarati)
- વેજ મસાલા પુલાવ (Veg Masala Pulao Recipe In ગુજરાતી)
- તંદૂરી ઇડલી ટીક્કા (Tandoori idli tikka Recipe in Gujarati)






















ટિપ્પણીઓ