મેથી મટર મલાઇ (Methi Matar Malai Recipe In Gujarati)

મારા પતિદેવ ને મેથી ની ભાજી નથી ભાવતી પણ આ સબ્જી બનાવું તો એ પ્રેમ થી જમે છે
મેથી મટર મલાઇ (Methi Matar Malai Recipe In Gujarati)
મારા પતિદેવ ને મેથી ની ભાજી નથી ભાવતી પણ આ સબ્જી બનાવું તો એ પ્રેમ થી જમે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેથી ની ભાજી ને કટ કરી બરાબર થી ક્લીન કરીશું
- 2
હવે ડુંગળી અને ટામેટાને ઝીણા સમારી લો અને એક વાસણમાં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં જીરૂં અને હીંગ નાખી દો અને ડુંગળી નાખી હલાવી લો
- 3
હવે તેમાં આદુ મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરવી સેકાઇ જાય પછી તેમાં ટામેટું ઉમેરો અને ૩ મિનિટ પછી મીઠું મરચું હળદર ધાણાજીરું નાખી દો
- 4
મસાલો સેકાઇ જાય પછી તેમાં મેથી ની ભાજી અને વટાણા ઉમેરો અને બરાબર થી હલાવી લો અને પાણી નાંખી દો
- 5
હવે ગેસ ધીમો કરી ને વાસણ ઢાંકી દો ૧૦ મિનિટ પછી તેમાં ખાંડ અને ચણાનો લોટ નાંખવો અને બરાબર થી હલાવી લો અને ૨ ચમચી જેટલું બટર નાંખીને મિક્સ કરો અને ૫ મિનિટ સુધી ઘીમા ગેસે થવાદો
- 6
તૈયાર છે મેથી મટર મલાઈ
Similar Recipes
More Recipes



















ટિપ્પણીઓ (8)