મેથી પ્લેટર (Methi Platter recipe in Gujarati)

મેથી પ્લેટર (Methi Platter recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ થેપલાં માટે ઘઉં નો લોટ, મેથી ની ભાજી, મીઠું, તેલ, હીંગ, હળદર, લાલ મરચું, બધું મિક્સ કરી જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધી લો. લુવા કરી થેપલાં વણી તવી પર તેલ લગાવી શેકી લો.
- 2
ગોટા બનાવવા માટે એક બાઉલમાં ચણાનો લોટ, મેથી ની ભાજી ૧/૨ કપ, મીઠું, હીંગ, હળદર, લાલ મરચું, ખાંડ, લીંબુનો રસ, ખાવાનો સોડા, પાણી મિક્સ કરી થોડું જાડું ખીરું બનાવી લો. ગરમ તેલમાં ગોટા ઉતારી લો. ગોલ્ડન કલરના તળી લો.
- 3
લોટ વાળી મેથીની ભાજી બનાવવા માટે એક પેનમાં ૨ થી ૩ મોટી ચમચી તેલ લો, ગરમ થાય પછી હીંગ નાખી ભાજી ઉમેરી તેમાં મીઠું, હળદર, લાલ મરચું નાખી ઢાંકી ને થોડી વાર ચડવા દો. ચડી જાય પછી તેમાં જરૂર મુજબ ચણાનો લોટ ઉમેરી હલાવી લોટ ચડી જાય અને ભાજી મિક્સ થાય એટલે કાઢી લો.
- 4
મેથી ના મુઠીયા માટે એક બાઉલમાં ઘઉં નો લોટ, બાજરાનો લોટ, હળદર, લાલ મરચું, મેથી ની ભાજી, હીંગ, ખાંડ, લીંબુનો રસ, મોણ માટે તેલ, રાંધેલા ભાત, ખાવાનો સોડા, બધું બરાબર મિક્સ કરી લોટ બાંધી વાટા વાળી લો. વરાળથી બાફી લો. ઠંડા થાય પછી તેના કટકા કરી લો. એક પેનમાં તેલ લઈ તેમાં રાઈ, જીરૂં, તલ ઉમેરો તતડે પછી તેમાં સુધારેલા શિમલા મરચા ઉમેરી મુઠીયા ઉમેરી હલાવી મિક્સ કરી લો. તેમાં કોથમીર ઉમેરી હલાવી કાઢી લો.
- 5
બધી સામગ્રી તૈયાર થાય પછી એકસાથે પ્લેટ માં સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes












ટિપ્પણીઓ (3)