પીઝા રોલ (Pizza Roll Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તેલ ગરમ કરો તેમાં લીલું મરચું નાખો. ત્યાર બાદ તેમાં ડુંગળી, કેપ્સીકમ, અમેરિકન મકાઇ, નાખીને હલાવો.
- 2
ત્યારબાદ તેમાં લાલ મરચું, ગરમ મસાલો, રેડચીલી, ટામેટાં સોસ, રેડચીલી સોસ, પીઝા મસાલો, મીઠું નાખીને હલાવો.
- 3
ત્યારબાદ પરાઠા નો લોટ બાધીને તેને 15 મિનિટ માટે ઢાંકીને મુકો.
- 4
ત્યારબાદ તેના પેડા વાળી ને તેને વણી ને તેને કાચું પાકું શેકી લો.
- 5
તે શેકાઇ જાય ત્યાર બાદ તેની પર ટામેટાં સોસ અને મેયોનીઝ લગાવો. ત્યાર બાદ તેમાં તૈયાર કરેલું મિશ્રણ લગાવી તેની પર ચીઝ ની સ્લાઇસ મુકી ને તેને વાળી ને શેકી લો.
- 6
ત્યારબાદ તેને ટામેટાં સોસ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14553463

















ટિપ્પણીઓ (5)